Ahmedabad News: અમેરિકા (America)માં છેલ્લા 16 વર્ષથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા અમદાવાદના એક બિઝનેસમેન (Businessman) પર અમેરિકી સત્તાવાળાઓએ ભારે દંડ ફટકાર્યો છે. Department of Homeland Security (DHS) દ્વારા આ વ્યક્તિને 1.8 મિલિયન યુએસ ડોલર (આશરે ₹15 કરોડ)ની સિવિલ પેનલ્ટી ફટકારવામાં આવી છે, જે હવે ગુજરાતી ડાયસ્પોરામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
શું છે સમગ્ર મામલો?
માહિતી મુજબ, આ વ્યક્તિ 2010માં મેક્સિકો બોર્ડર મારફતે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો. પ્રવેશ બાદ તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી મુક્ત કર્યા બાદ તેને દેશ છોડવાનો ‘Final Removal Order’ આપવામાં આવ્યો હતો. તે છતાં, આ બિઝનેસમેન (Businessman) અમેરિકામાં જ રહ્યો અને વર્ષો સુધી આ આદેશની અવગણના કરી.
Businessmanને નિયમોના ઉલ્લંઘનનું ભારે પરિણામ
અમેરિકન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, વર્ષો સુધી દેશ છોડવાના આદેશનો ઉલ્લંઘન કરવાને કારણે આ વ્યક્તિ પર દરરોજના ધોરણે દંડ વધતો ગયો. પરિણામે હવે કુલ દંડની રકમ 1.8 મિલિયન ડોલર (₹15 કરોડ) સુધી પહોંચી ગઈ છે.

ગેરકાયદે હોવા છતાં અમેરિકામાં બિઝનેસ ઉભું કર્યું
આશ્ચર્યજનક રીતે, ગેરકાયદે સ્થિતિ હોવા છતાં આ બિઝનેસમેન (Businessman) અમેરિકામાં અનેક બિઝનેસ સ્થાપિત કરવામાં સફળ રહ્યો હતો. તે જ નહીં, તેણે પોતાની પત્ની અને બે બાળકોને પણ સમાન ગેરકાયદે માર્ગોથી અમેરિકામાં બોલાવી લીધા હતા. બે વર્ષ પહેલા તેણે ‘U Visa’ માટે અરજી કરી હતી, જેના આધારે હાલ તેને વર્ક પરમિટ અને સોશિયલ સિક્યુરિટી નંબર પણ મળ્યો છે.
અપીલ માટે 15 દિવસનો સમય
સત્તાવાળાઓએ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ વ્યક્તિને દંડ સામે અપીલ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.જો આ સમયગાળામાં અપીલ નહીં કરવામાં આવે, તો આ આદેશ અંતિમ ગણાશે અને વસૂલાતની કાર્યવાહી શરૂ થશે.
ગુજરાતી સમુદાયમાં ચર્ચાનો વિષય
નિષ્ણાતોના મતે, છેલ્લા સમયમાં લેટિન અમેરિકાના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ (Illegal immigrants)ને આવી ભારે પેનલ્ટી નોટિસો મોકલાઈ રહી છે. પરંતુ કોઈ ગુજરાતી અથવા ભારતીય વ્યક્તિને આટલી મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હોય તેવો આ કેસ દુર્લભ માનવામાં આવે છે. હાલમાં આ બિઝનેસમેન કાનૂની સલાહ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.
આ પણ વાંચો:અમેરિકાએ હાંકી કાઢેલા 112 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સમાં 33 ગુજરાતી
આ પણ વાંચો:હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા પહોંચતા જ કસ્ટડીમાં લેવામાં આવશે
