Rajkot News/ ગોંડલમાં નિર્લિપ્ત રાયની એન્ટ્રીથી મચ્યો હંડકંપ

અપરાધ માટે મશહૂર ગોંડલમાં કડક અને બાહોશ અધિકારી નિર્લિપ્ત રાયની એન્ટ્રીએ સોંપો પાડી દીધો છે. રાજકોટના રેન્જ આઇજી બનેલા નિર્લિપ્ત રાય ગોંડલમાં વકરેલો ક્રાઇમ રેટ કાબમાં લાવશે તેમ મનાય છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Nirlipt Raiની એન્ટ્રીના લીધે ગોંડલમાં સોંપો પડી ગયો

Rajkot News: ગોંડલમાં નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની રેન્જ આઇજી તરીકે આગમન થવાના પગલે સન્નાટો છવાઈ ગયો છે. ગોંડલ (Gondal) રાજકીય અદાવત અને ગુનાખોરીના કારણે વધારે લાઇમલાઇટમાં રહે છે. સૌરાષ્ટ્રમાં ક્રાઇમરેટની વાત આવે ત્યારે વસ્તીની તુલનાએ ગોંડલ મોખરે રહેતુ હોવાનું મનાય છે.

Nirlipt Raiની એન્ટ્રીના લીધે ગોંડલમાં સોંપો પડી ગયો

નિર્લિપ્ત રાયની એન્ટ્રી (Nirlipt Rai Entry)

આના કારણે જ નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) ગોંડલમાં નિમણૂક થવાના પગલે ગોંડલની મુલાકાત લીધી છે. તેમણે સીધો સંકેત આપી દીધો છે કે અહીં કાયદાનું શાસન જ ચાલશે. નિયમો તોડ્યા તો પછી નિયમો તોડનારને નિયમો જ તોડશે તેમ તેમની બોડી લેન્ગવેજ કહી આપતી હતી.

નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઇજી (Rajkot Range IG) તરીકે સોમવારે ચાર્જ સંભાળ્યો હતો. ગુજરાતમાં ગુનેગારો જેનાથી ફફડતા હોય તેવા અધિકારીઓમાં એક નિર્લિપ્ત રાય  છે. તેમણે રાજકોટ રેન્જના 47માં આઇજી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે ગુનેગાર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે તો રાજકીય ક્ષેત્રે પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

સિંઘમે ગોંડલની તાત્કાલિક મુલાકાત લીધી

Nirlipt Raiની એન્ટ્રીના લીધે ગોંડલમાં સોંપો પડી ગયો

નિર્લિપ્ત રાય  ગોંડલની પરિસ્થિતિથી કેટલા વાકેફ છે તેનો પુરાવો તેમણે ચાર્જ સંભાળતા તરત જ ગોંડલની મુલાકાત લઈને આપ્યો હતો. તેઓ ગોંડલ ગયા ત્યારે ગોંડલના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.

નિર્લિપ્ત રાયે ગોંડલ જઈને તરત જ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બાબત તેનો પુરાવો છે કે નિર્લિપ્ત રાયે ફક્ત એન્ટ્રી જ નથી કરી પણ એક્શન પણ શરૂ કરી દીધા છે. તેમણે તરત જ ગોંડલના પોલીસ કર્મચારીઓનો ક્લાસ લીધો હતો. કડક અને બાહોશ અધિકારી મનાતા નિર્લિપ્ત રાયની ગોંડલ મુલાકાતથી ગોંડલના વાતાવરણમાં ગરમાવો વ્યાપી ગયો છે.


આ પણ વાંચો: Rajkot : વિશ્વાસુ કર્મચારીએ માલિકને 1.99 કરોડનો ચૂનો લગાવ્યો

આ પણ વાંચો:  છરીનો ડર બતાવી મહિલાને તેના જ ઘરમાં ઘૂસી હવસખોરે કર્યુ વારંવાર દુષ્કર્મ અને પછી…

આ પણ વાંચો: 560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ