Ahmedabad News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચને રવિવારે રમાયેલી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રેલવે માટે લોટરી સમાન પુરવાર થઈ છે. સ્પેશિયલ ટ્રેનો દોડાવી રેલવેએ અંદાજે રૂ. 70 લાખની કમાણી કરી લીધી છે. રેલવેની સાથેસાથે અમદાવાદ મેટ્રોને(ahmedabad metro) પણ મેચના દિવસે તગડી કમાણી થઈ હતી. ફાઈનલ મેચ માટે રેલવે(railway)એ સુરત, મુંબઈ, પૂણે સહિત દેશનાં પાંચ શહેરો માટે સ્પેશિયલ ટ્રેનો(special train) દોડાવી હતી. કુલ પાંચ સ્પેશિયલ ટ્રેનોમાં લગભગ બાર હજારથી વધુ ક્રિકેટ ચાહકોએ ફાઈનલ મેચ જોવા અમદાવાદની મુલાકાત લધી હતી. પાંચેય સ્પેશિયલ ટ્રેનો માટે એડવાન્સ બુકિંગ ફટાફટ થઈ ગયું હતું અને બધી ટ્રેનો 100 ટકાથી વધુ ક્ષમતા સાથે દોડી હતી.
ફ્લાઈટો પણ હાઉસફુલ
ફાઈનલ માટે એટલો ધસારો હતો કે સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત અમદાવાદ આવતી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટો પણ પેક થઈ ગઈ હતી. ખાસ કરીને મુંબઈ, દિલ્હી, પૂણે, બેંગલુરુ, કોલકાતાથી આવેલી સ્પેશિયલ ફાલાઈટો(special flight)માં વિશેષ ધસારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મુંબઈથી સંખ્યાબંધ ચાર્ટર્ડ ફ્લાઈટ પણ આવી હતી. એર ટ્રાફિકમાં ધસારાને લીધે એરપોર્ટ પર પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું હતું અને કેટલીક સ્પેશિયલ તેમજ ચાર્ટર્ડ ફ્લાઈટો પાર્કિંગ માટે વડોદરા કે રાજકોટ ડાઈવર્ટ કરવી પડી હતી.
મુંબઈથી સૌથી વધુ દર્શકો આવ્યા
સ્પેશિયલ ટ્રેનો(special train)ની વાત કરીએ તો મુંબઈથી સૌથી વધુ દર્શકો અમદાવાદ ફાઈનલ જોવા આવ્યા હતા. એ પછી પૂણે અને બેંગલુરુનો ક્રમ હતો. સેમિફાઈનલમાં ઈંગલેન્ડ સામે ભારતીય ટીમના વિજય પછી તરત સ્પેશિયલ ટ્રેનો અને ફ્લાઈટો માટે બુકિંગ શરૂ થઈ ગયું હતું. ગણતરીના કલાકોમાં ટિકિટ વિન્ડો પર હાઉસફુલનાં પાટિયાં લાગી ગયાં હતાં.

અમદાવાદ મેટ્રો(ahmedabad metro) મધરાત સુધી દોડી
ફાઈનલ મેચ માટે પ્રેક્ષકોના ધસારાને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો(ahmedabad metro)એ પણ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી હતી. મેટ્રો (ahmedabad metro)ની સમય મર્યાદા રાત્રે 10થી લંબાવી રાત્રે 12 સુધી કરવામાં આવી હતી. પરંતુ પ્રેક્ષકોનો ધસારો એટલો હતો કે રાત્રે દોઢ સુધી ટ્રેનો દોડાવવી પડી હતી. ખાસ કરીને મોટેરા અને સાબરમતિ મેટ્રો સ્ટેશનોએ વિશેષ ભીડ જોવા મળી હતી. મેચના દિવસે મેટ્રોએ ખાસ રૂ.50ની પેપર ટિકિટ બહાર પાડી હતી.
આ પણ વાંચો :નમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર
આ પણ વાંચો :અમદાવાદ મેટ્રો પાલડીથી ગીતામંદિર સુધી લંબાવાશે
આ પણ વાંચો :Gandhinagarના લોકોને Metroના સ્વરૂપમાં મળશે નવા વર્ષની ભેટ
