Breaking News: ભચાઉના ગાંધીધામ કોરિડોર હાઇવે પર જવાહર નગર પાસે આજે બપોરે એક મોટી દુર્ઘટના બની છે. શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોદામમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટના બપોરે 2:30 વાગ્યાની આસપાસ બની હતી. ગાયત્રી પેટ્રોલ પંપ ગોદામથી માત્ર 25-30 મીટર દૂર હોવાથી પરિસ્થિતિ વધુ ભયાનક બની છે. પેટ્રોલ પંપ તરફ પવનની દિશા હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.આગની જાણ થતાં જ નજીકના ગામડાઓમાંથી પાણીના ટેન્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટર સખત મહેનત કરી રહ્યા છે.
આગની તીવ્રતાનો અંદાજ 5 કિલોમીટર દૂરથી પણ જ્વાળાઓ દેખાઈ રહી હોવાથી લગાવવામાં આવી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:ગાંધીધામમાં લગ્ન મહોત્સવ થકી અંગદાન અને પર્યાવરણના જતનનું મહત્વ સમજાવ્યું
આ પણ વાંચો:ગાંધીધામના શખ્સે મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપતા ખળભળાટ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
