Kutch News/ ગાંધીધામના શખ્સે મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપતા ખળભળાટ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સની ગાંધીધામથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી.

Top Stories Gujarat Others Breaking News

Kutch News : મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીધામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીનું નામ અરુણ જોશી છે અને તે મૂળ મધ્યપ્રદેશનો છે, જે હાલમાં ગાંધીધામના પડાણા વિસ્તારમાં રહે છે અને શાકભાજી તેમજ કરિયાણાની દુકાન ચલાવે છે.

મળતી માહિતી અનુસાર, 85 હજારની ટોપી આપનાર ફૈઝુલને હેરાન કરવા અરૂણે કાવતરુ રચ્યુ હતું. અરૂણ જોશીએ યુક્તિપૂર્વક મોબાઈલ મેળવી ધમકી આપી હતી. ગાંધીધામના પડાણાના વેપારીએ RPFના PIને બ્લાસ્ટની ધમકી આપતા દોડધામ મચી હતી.પાકિસ્તાન ઝિંદાબાદના નારા સાથે ધમકી આપી હતી. કુંભમેળા, અમદાવાદ રેલવે સ્ટેશન, એરપોર્ટને ઉડાવીની ધમકી આપવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અરુણ જોશી મૂળ મધ્યપ્રદેશનો છે અને ગાંધીધામનો રહેવાસી છે.

આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે અરુણ જોશીએ ફૈઝુલ નામના વ્યક્તિને 85 હજારની ટોપી આપી હતી. જો કે, જેણે ટોપી પહેરાવી તે ટ્રાવેલ્સ બસમાં ફોન ભૂલી ગયેલો હતો. ગુસ્સે ભરાયેલા અરુણ જોશીએ ફૈઝુલને હેરાન કરવા માટે કાવતરું રચ્યું હતું. અરુણ જોશીએ યુક્તિપૂર્વક ફૈઝુલનો મોબાઈલ ફોન મેળવ્યો અને તેમાંથી RPFના PIને પાકિસ્તાન ઝિંદાબાદના નારા સાથે બ્લાસ્ટની ધમકી આપી હતી. તેણે કુંભમેળા, અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.

આ ધમકીના પગલે પોલીસ દોડધામ મચી ગઈ હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપી અરુણ જોશી હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને આ ઘટના પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

@Mahendra Maru, Bhuj


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી

આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી