Gujarat Weather/ બંગાળની ખાડીમાં ચક્રવાતના કારણે ગુજરાતના આ જીલ્લાઓમાં જોવા મળશે તેની માઠી અસર

ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે

Top Stories Gujarat
IMD predicts heavy rain in Gujarat from today light to moderate rains KP 2025 03 31 બંગાળની ખાડીમાં ચક્રવાતના કારણે ગુજરાતના આ જીલ્લાઓમાં જોવા મળશે તેની માઠી અસર

Gujarat Weather: બંગાળની ખાડી (Bay of Bengal)માં ચક્રવાતનાં કારણે અરબી સમુદ્ર (Arab Sea)માંથી આવતા ભેજને કારણે 10 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન (Weather) બદલાશે. ગુજરાતના કેટલાક ભાગો જેમ કે, નવસારી, સુરત અને આસપાસના વિસ્તારોમાં હવામાન બદલાશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલ્ટો આવશે.

હવામાન (IMD) નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, 4 થી 11 એપ્રિલ સુધી હવામાન બદલાશે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ (Rain)ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડું આવી શકે છે. 10 થી 13 એપ્રિલ દરમિયાન પવન ફૂંકાય તેવી શક્યતા છે. એપ્રિલમાં ભારે પવન, તોફાન અને ચક્રવાત રહેશે. અંબાલાલના મતે, 14 એપ્રિલથી બંગાળની ખાડીમાં વાવાઝોડું (Cyclone) શરૂ થશે. 10થી 18 મે દરમિયાન આરબ દેશોમાંથી વાવાઝોડું આવવાની શક્યતા છે.  રોહિણી નક્ષત્ર દરમિયાન 4 જૂન સુધી કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં પણ વરસાદ પડી શકે છે.

Climate Change Is Making India's West Coast More Vulnerable to Cyclones -  Eos

ભારતીય હવામાન વિભાગે (IMD) આજથી ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાં (Unseasonal Rainfall)ની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપો (Western Disturbance)ના કારણે 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

ડાંગ (Dang) જિલ્લાના આહવા (Aahva)માં વરસાદનાં અમી છાંટણા (Scattered Rain) પડ્યાં હતા. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. ભારતીય હવામાન (IMD)ની આગાહી મુજબ ડાંગમાં વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેવાની સંભાવના છે. ડાંગ ગિરિમથક સાપુતારા (Saputara)માં પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. ભરઉનાળે ગરમીથી ડાંગ (Dang)ના લોકોને રાહત મળી છે. વાદળોને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

imd predicts heavy rain in gujarat from today light to moderate rains kp 2025 03 31 2 1 બંગાળની ખાડીમાં ચક્રવાતના કારણે ગુજરાતના આ જીલ્લાઓમાં જોવા મળશે તેની માઠી અસર

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફૂંકાઈ રહેલા ઠંડા ઉત્તરીય પવનો (Cold Wind)ને કારણે શનિવારે ઠંડીમાં 4 ડિગ્રીનો વધારો થયો હતો. 18 શહેરોમાં 16.2 થી 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે આજથી 3 એપ્રિલ સુધી ગુજરાતનું હવામાન (Weather) બદલાશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

imd predicts heavy rain in gujarat from today light to moderate rains kp 2025 03 31 1 બંગાળની ખાડીમાં ચક્રવાતના કારણે ગુજરાતના આ જીલ્લાઓમાં જોવા મળશે તેની માઠી અસર

31 માર્ચે તાપી અને નર્મદા, 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, 3 એપ્રિલે તાપી અને નર્મદામાં કમોસમી વરસાદ (Unseasonal Rainfall)ની આગહી કરવામાં આવી છે.

આગાહીને કારણે ખેડૂતો (Farmers) ચિંતામાં મુકાયા છે કારણ કે આ સમયગાળા દરમિયાન તેમના ઉનાળુ પાકને નુકસાન થવાની સંભાવના છે. કમોસમી વરસાદ ખેતી માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર કરી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન પલટાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 28, 29 અને 30 માર્ચના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે.

imd predicts heavy rain in gujarat from today light to moderate rains kp 2025 03 31 2 બંગાળની ખાડીમાં ચક્રવાતના કારણે ગુજરાતના આ જીલ્લાઓમાં જોવા મળશે તેની માઠી અસર

અંબાલાલ પટેલે બંગાળના સાગર (Bay of Bengal)માં હળવા પ્રકારનું વાવાઝોડું (Cyclone) સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. તેમણે અરબ સાગરના ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના જણાવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં હવામાનમાં આવ્યો પલટો, ગરમીથી મળી આંશિક રાહત

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત

આ પણ વાંચો:માર્ચના છેલ્લા દિવસોમાં આવશે વાતાવરણમાં પલટો, કેટલું રહેશે ગુજરાતનું તાપમાન…