Amreli News: ગુજરાતમાં ઓનલાઈન રોકાણ અને પેમેન્ટ એપના નામે ચાલતા કથિત સાયબર ફ્રોડના નેટવર્ક સામે અમરેલી સાયબર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. SD PAY અને APNA PAY એપ સાથે જોડાયેલા કૌભાંડમાં અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વધુ 11 નામે પોસીલ તપાસમાં સામે આવ્યા છે. પોલીસ તપાસમાં આશરે 634 કરોડના ટ્રાન્ઝેક્શનનો મામલો સામે આવ્યો છે.
SD PAY કૌંભાડમાં વધુ 11 ના નામ આવ્યા સામે

પોલીસ તપાસ મુજબ, એપ મારફતે લોકોને ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી. રોકાણકારોને રિટર્ન અને અન્ય લાભોનું વચન આપી નાણાં જમા કરાવવામાં આવતા હોવાનો આરોપ (Amreli Cyber Scam) છે. શરૂઆતમાં રિટર્ન મળતા કેટલાક રોકાણકારોનો વિશ્વાસ વધ્યો અને વધુ લોકો આ નેટવર્ક સાથે જોડાયા હોવાની તપાસમાં માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, એપ પર રોકાણ ઉપરાંત મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ, ટિકિટ બુકિંગ અને મની ટ્રાન્સફર (Money Transfer)જેવી સેવાઓ પણ દર્શાવવામાં આવતી હતી. તપાસમાં આ નાણાંનો ઉપયોગ કઈ રીતે થયો અને રોકાણકારોના નાણાં ક્યાં ગયા તેની તપાસ ચાલી રહી છે.
પોલીસ તપાસમાં SD PAY એપના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા મેળવાયેલા ડેટાના આધારે આશરે 1.75 લાખ લોકો આ નેટવર્કથી અસરગ્રસ્ત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
7 કંપનીઓ અને અનેક બેંક ખાતાઓની તપાસ
અમરેલી પોલીસે આ કેસમાં એપ સાથે જોડાયેલા બે મુખ્ય આરોપીઓ ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશા(Odisha)થી ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ વધુ એક આરોપી ભાવેશ અરવિંદ ધનેચાની ધરપકડ કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ સાથે ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 9 થઈ છે. પોલીસ તપાસમાં નાણાંની હેરફેર માટે 7 કંપનીઓ ઊભી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ કંપનીઓ સાથે જોડાયેલા 17 બેંક ખાતાઓમાં આશરે 600 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ સાથે જોડાયેલા વધુ બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે.
SIT દ્વારા તપાસ તેજ
કેસની તપાસ માટે અમરેલી પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે. તપાસ ટીમ આરોપીઓ વચ્ચેની નાણાકીય કડી, બેંક ખાતાઓ, કંપનીઓ અને રોકાણકારોના નાણાંની હેરફેર અંગે તપાસ કરી રહી છે. વધુ આરોપીઓ અને ફરિયાદો સામે આવે છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: SD Pay Scam: 6 આરોપી ઝડપાયા, ₹634 કરોડની તપાસ
આ પણ વાંચો: ‘BOSS SCAM’થી સાવધાન! બોસના નામે આવતી ZIP ફાઇલ ખોલતા જ હેક થઈ શકે WhatsApp અને મોબાઇલ
આ પણ વાંચો: અમદાવાદ BOSS Scamનો પર્દાફાશ: 21,900 OTP પાકિસ્તાન મોકલ્યાનો દાવો, 4,500 સિમકાર્ડનો ખુલાસો
