Gujarat Weather : માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાને કારણે માર્ચના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં બેવડી ઋતુ (Doubled Season) રહેવાનું અનુમાન છે. ગુજરાત (Gujarat)ના 15 મુખ્ય શહેરોમાંથી 7 શહેરોમાં મહત્તમ તાપમાન (Temperature) 37 ડિગ્રીથી વધુ હતું, જ્યારે 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી નીચે હતું.
હવામાન (Weather)માં પાછો પલટો આવતાં રાજકોટ અને ભુજમાં પારો 40 ડિગ્રી પર રહ્યો હતો. જ્યારે રાત્રે ગાંધીનગર 19.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આગાહી મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. 26 માર્ચથી દિવસ અને રાત્રિના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. 24 માર્ચે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) પહોંચશે. આ પશ્ચિમી વિક્ષેપની અસર 26 માર્ચથી રાજ્યમાં જોવા મળશે.
પશ્ચિમી ભેજવાળા પવનો (Wind)ને કારણે, રાજ્યમાં હવામાન 1 એપ્રિલ સુધી વાદળછાયું રહી શકે છે. આ સમયગાળા દરમિયાન, 29 એપ્રિલથી 1 એપ્રિલ સુધી, રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. બે દિવસમાં ગુજરાતમાં પશ્ચિમ કચ્છ (Kutch)ના ભુજ (Bhuj) અને નખત્રાણા (Nakhtrana) વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. કચ્છનાં નખત્રાણાના પાવરપટ્ટી અને નજીકનાં વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Scattered Rain) પડ્યો હતો. સાંજનાં સમયે ભુજ શહેરના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છુટોછવાયો વરસાદ (Scattered Rain) પડ્યો હતો. આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વિસ્તારમાં પણ ઝાપટું પડ્યું હતું.
ગુજરાતમાં કાળઝાળ ગરમી (Hot weather) સાથે કંઈક મોટુ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. જેમાં અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ (Weather) બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે. તો ગઈકાલે અચાનક ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ હતી. માવઠાના કારણે ખેતીના પાકને અસર થવાની સંભાવના જોવા મળી રહી છે.
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, આ જીલ્લાઓમાં હીટવેવની આગાહી
આ પણ વાંચો:તાપમાનમાં વધારો, હવામાનમાં પલટો આવતાં બેવડી ઋતુનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં આવ્યો વાતાવરણમાં પલટો, ગરમીમાં થયો ઘટાડો