Junagadh News: જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) દરમિયાન ભક્તિ અને સેવાનો માહોલ જામ્યો છે. બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને જંગલના રસ્તાઓ યાત્રિકોથી ભરાઈ ગયા હતા. અત્યાર સુધીમાં અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે.
Girnar Lili Parikrama:જંગલના માર્ગો પર ભક્તોનો મેળાવડો
પરિક્રમાના બીજા દિવસે જીણાબાવાની મઢી, સરકડીયા, માળવેલા, નળપાણીની ઘોડી અને બોરદેવી પડાવ (Bordevi Camp) પર ભક્તોની ભારે ભીડ રહી હતી. રૂટ પર એટલી ભીડ હતી કે ચાલવાની જગ્યા પણ માંડ મળતી હતી. જંગલ (Forest)માં ઠેર ઠેર ચાલતા અન્નક્ષેત્રોમાં યાત્રિકોએ ભોજન-પ્રસાદ લીધો હતો. પરિક્રમા દરમિયાન કોઈ અણબનાવ બન્યો નથી, પરંતુ એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાય છે.
નળપાણીની ઘોડી પર ભીડ નિયંત્રણ
કઠિન અને ગીચ ગણાતા નળપાણીની ઘોડી વિસ્તારમાં એકસાથે ઘણા લોકો ભેગા થતા અફરાતફરી સર્જાવાની શક્યતા હતી. તેથી પોલીસે સમયસર લોકોને થોભાવી દીધા હતા અને પછી ધીમે ધીમે ભીડને ઘોડી પાર કરાવી હતી.
બ્રાઝિલથી આવેલી મહિલાએ લીધો લાભ
દેશ-વિદેશથી આવેલા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે ભજન-કીર્તન અને અન્નક્ષેત્રોમાં સેવા ચાલુ રહી હતી. બ્રાઝિલ (Brazil)થી પરિક્રમામાં આવેલી એક મહિલા શ્રદ્ધાળુએ જણાવ્યું કે ગિરનારની પરિક્રમામાં આવીને તેમને ખૂબ સારું લાગ્યું.
આ પણ વાંચો: ન ધન, ન દુનિયાની ચિંતા… માત્ર જંગલ જ છે ઘર! એમેઝોનના અવા આદિવાસીઓ અચાનક કેમ બહાર આવ્યા?
આ પણ વાંચો: ગામમાં નહીં, જંગલમાં જ પેટ ભરશે દીપડો! ગુજરાતના આ અભયારણ્યમાં જંગલી મરઘાંનો ઉછેર શરૂ
આ પણ વાંચો: 14નાં મોત બાદ હરણી તળાવની દુર્દશા, જંગલી વેલાઓ વચ્ચે રાઇડ્સ બની ભંગાર
