- 60 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
- 805 વિદ્યાર્થીઓના કરાયા હતા ટેસ્ટ
- 805માંથી 60 વિદ્યાર્થીઓને કોરોના
- 1 થી 9 જાન્યુઆરી દરમિયાન વિદ્યાર્થીઓને કોરોના
ગુજરાત રાજ્યમાં કોરોનાનીત્રીજી લહેર પોતાનો કહેર વરસાવી રહી છે. રાજ્યમાં દૈનિક નોધાતા કેસમાં મસમોટો વધારો નોધાઇ રહ્યો છે. સામાન્ય જનતાની સાથે અનેક રાજકારણીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. સાથે શાળાએ જતા અનેક વિધાર્થીઓ અને શિક્ષકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. ત્યારે IIM અમદાવાદમાં પણ જાણે કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવી સ્થિતિ છે.
અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક સાથે મોટી સંખ્યામાં વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સંસ્થાના ૮૦૫ વિધાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૬૦ વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે છેલ્લા ૧૦ દિવસમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં નોધાતા કુલ કેસમાંથી ૫૦% કેસ માત્રમ્દાવાદ શહેરમાં નોધાઇ રહ્યા છે. હાલમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની સામે આવી રહ્યું છે.
રવિવારે સિવિલ અને સોલા સિવિલમાં દર્દીની સારવાર કરતાં ડોકટર્સની સાથે ફ્રન્ટ લાઇન વર્કર્સ મળીને વધુ ૭ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં હતા. પોઝિટિવ આવેલાં ૨૯ લોકોમાં ૧૮ ડોક્ટર્સ અને ૧૧ ફ્રન્ટ લાઇન વર્કર્સનો સમાવેશ થાય છે. જો કે, તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને રવિવારે કોરોનાના ૨૫૧૯ નવા કેસ નોંધાયા હતા. શહેરમાં ૨૪૮૭ જ્યારે જિલ્લામાં ૩૨ નવા કેસ નોંધાયા હતા.
