Not Set/ અમિત શાહ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ, અપાઈ રજા

અમદાવાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અચાનક તબિયત ખરાબ થતાં અમિત શાહને અમદાવાદની કેડી હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરની માહિતી સામે આવી તે અનુસાર હાલ અમિત શાહને હોસ્પિટલામાથી રજા આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અમિત શાહને હોસ્પિટલમાં અલગ-અલગ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અચાનક તબિયત ખરાબ થતાં અમિત શાહને અમદાવાદની કેડી હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તાજેતરની માહિતી સામે આવી તે અનુસાર હાલ અમિત શાહને હોસ્પિટલામાથી રજા આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે અમિત શાહને હોસ્પિટલમાં અલગ-અલગ 4 ટેસ્ટ કરાયા હતા. જે બાદ તેમની નાની સર્જરી કરવાની જાણકારી મળી રહી હતી.ટેસ્ટ કરાયા બાદ અમિત શાહની સર્જરી કરવામાં આવશે જે બાદ સાંજે 5 વાગ્યા અને સુધી હોસ્પિટલમાં  રાખવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું હતું .

ઉલ્લેખનીય છે કે અમિત શાહ સાથે હોસ્પિટલમાં તેમની પત્ની, બહેન, પુત્ર અને પુત્રવધુ હાજર રહ્યાં હતા. જ્યારે બીજેપીના કોઈ પણ મંત્રી ત્યાં જોવા મળ્યા ન હોવાની માહિતી પણ સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.