himmatnagar/ હિંમતનગરમાં લૂંટ સાથે હત્યાના બનાવથી ફફડાટ

નિવૃત પોલીસકર્મી અને પત્નીની હત્યા કરી ચલાવી લૂંટ

Gujarat Breaking News

Himmatnagar News : હિંમતનગરમાં લૂંટ અને હત્યાના બનાવને પગલે ખળભળાટ સાથે લોકોમાં ફપડાટ ફેલાયો છે. આ બનાવમાં જે લોકો ભોગ બન્યા છે તે નિવૃત પોલીસ કર્મચારી અને તેમની પત્ની હોવાથી સામાન્ય લોકોને પોતાની સલામતીનું શું તેવો પ્રશ્ન થઈ રહ્યો છે.

આ બનાવની વિગત મુજબ કેટલાક અજાણ્યા શખ્સોએ નિવૃત પોલીસ કર્મચારી અને તેમની પત્નીની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ આ શખ્સો  ઘરમાંથી અંદાજે 65 તોલા સોનું અને 35 લાખ રોકડાની સનસનાટીભરી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

ગઈ કાલે બનેલા લૂંટ વિથ મર્ડરના આ બનાવને પગલે આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થલે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં લૂંટ થઈ હોવાથી આ બનાવ લૂંટ વિથ મર્ડરનો હોવાનું પોલીસનું અનુમાન છે. જોકે બીજી કોઈ કારણસર આ બનાવ બન્યો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે આરોપીઓની શોધ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે