Not Set/ Facebookના સીઈઓએ જેલવાસ ભોગવવો પડશે…!! -અમેરિકી સાંસદની માંગ

ગ્રાહકની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને ઑરેગોનથી ડેમોક્રેટ સાંસદ રોન વાયડેન એ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને જેલ ભેગો કરવા માટે માંગણી કરી છે. યુએસના સાંસદે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પર આરોપ લગાવી સજાની માંગ કરી છે. ઑરેગોનના ડેમોક્રેટ સાંસદ રોન વાયડને ઝુકરબર્ગ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને […]

Top Stories World

ગ્રાહકની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને ઑરેગોનથી ડેમોક્રેટ સાંસદ રોન વાયડેન એ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને જેલ ભેગો કરવા માટે માંગણી કરી છે.

યુએસના સાંસદે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પર આરોપ લગાવી સજાની માંગ કરી છે. ઑરેગોનના ડેમોક્રેટ સાંસદ રોન વાયડને ઝુકરબર્ગ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને આના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

સાંસદે કહ્યું કે ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકના વ્યક્તિગત ડેટાનો દુરૂપયોગ કર્યો હતો. સાપ્તાહિક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, “માર્ક ઝુકરબર્ગે ગોપનીયતા અંગે યુએસ નાગરિકોને વારંવાર ખોટું બોલી રહ્યા છે. “મને લાગે છે કે તેઓ આ ભૂલ માટે વ્યક્તિગત રૂપે દોષી છે. આ માટે તેઓને આર્થિક દંડથી કેદ સુધીની સજા કરવામાં આવે.

વર્ષ 2018 માં, વાયડેન એ એક બિલ રજૂ કર્યું હતું, જેની અંતર્ગત યુએસ ફેડરલ ટ્રેડ કમિશન ગ્રાહકની ડેટાની ગોપનીયતામાં ચેડાં કરવા બદલ સજા આપી શકે છે. દોષિત કંપનીના અધિકારીઓને 20 વર્ષ સુધીની જેલ અને 5 મિલિયન ડોલરનો વ્યક્તિગત દંડની સજા ફટકારવામાં આવે છે.

જુલાઈમાં, એફટીસીએ ફેસબુકને 5 અબજ ડોલરનો દંડ ફટકાર્યો હતો. માર્ચ 2018 માં, એફટીસીએ ગુપ્તતા સંબંધિત કેસમાં ફેસબુક સામે તપાસ શરૂ કરી હતી. એફટીસીએ જણાવ્યું છે કે સંશોધન કંપની કેમ્બ્રિજ એનાલિટિક્સએ ફેસબુકના 7.7 કરોડ કરોડ વપરાશકર્તાઓ પાસેથી ખાનગી ડેટા મેળવ્યો છે. ફેસબુકને આ વિશે યુઝરને કહેવું જોઈએ. કેમ્બ્રિજ એનાલિટિકા પછી આવા ઘણા કિસ્સા જોવા મળ્યા હતા જેમાં ફેસબુક દ્વારા ગોપનીયતાને લગતા બનાવો નોંધાયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.