World News/ કો-પાયલોટની ખૌફનાક કબુલાત: “હું શહીદ થવા માંગતો હતો

ફ્લાયદુબઈ ફ્લાઇટ(Flydubai Scandal) FZ1073 ના કો-પાયલોટ હમામ અલ-હમ્મામીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે તે ગાઝાના બદલામાં શહીદ બનવા માંગતો હતો. કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીથી 170 મુસાફરોના જીવ બચ્યા હતા.

Top Stories World
Flydubai Scandal:કો-પાયલોટનો ખુલ્લાસો

World News :દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ(Flydubai Scandal)ની ફ્લાઇટ FZ1073 ના કોકપીટમાં કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machhar)પર કુહાડીથી હુમલો કરનાર ઓમાની સહ-પાયલોટ હમામ અલ-હમ્મામી (Hammam al-Hammami)એ તપાસકર્તાઓ સમક્ષ એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૂછપરછ દરમિયાન હમ્મામીએ સ્વીકાર્યું છે કે તેણે ગાઝા (Gaza)ના બદલા રૂપે આ હિંસક કૃત્ય કર્યું હતું અને તે “શહીદ તરીકે મરવા માંગતો હતો.” આ ગંભીર ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓ તેના ફોન, વિદેશ યાત્રાઓ અને સોશિયલ મીડિયા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી તે આ કાવતરામાં એકલો હતો કે નહીં તેની સ્પષ્ટતા થઈ શકે.

FLAINGDUBAI

અલ-હમ્મામી ઉગ્રવાદી વિચારો ધરાવતો હતો

અગાઉના અહેવાલોમાં પણ એ વાત સામે આવી હતી કે અલ-હમ્મામી ઉગ્રવાદી વિચારો ધરાવતો હતો અને ગત વર્ષે તેના કટ્ટરપંથી વલણને કારણે તેને ઓમાનની રાષ્ટ્રીય એરલાઇનમાંથી પણ દૂર કરવામાં આવ્યો હતો. ઇઝરાયલી વિમાનના કોકપીટના વીડિયો અને અલ-કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિઓની સામગ્રી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી મળી આવી છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ અગાઉ જણાવ્યું હતું કે સહ-પાયલોટ સ્પષ્ટપણે ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો.

SMIT

કેપ્ટન સ્મિતની હિંમતને કારણે 170 મુસાફરોના જીવ બચ્યા

આ ઘટના 30 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે વિમાનમાં 170 થી વધુ મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ઇઝરાયલી નાગરિકો હતા. ફ્લાઇટ લેન્ડ થવાના નિર્ધારિત સમયના એક કલાક કરતાં પણ ઓછા સમય પહેલા અલ-હમ્મામીએ અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો હતો. ફ્લાઇટ- ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે આ સંઘર્ષ અને વિમાન અચાનક બેકાબૂ થવાને કારણે તે માત્ર થોડી જ સેકન્ડોમાં 17000 ફૂટથી વધુ ઊંચાઈથી નીચે પટકાયું હતું. જોકે, કેપ્ટન સ્મિત માછરની અદ્ભુત સૂઝબૂઝ અને બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ થયો હતો.


આ પણ વાંચો:ફ્લાયદુબઈએ ઇઝરાયલ રૂટની તમામ ફ્લાઇટ્સ કરી સ્થગિત

આ પણ વાંચો:9 હજાર ફૂટ સુધી નીચે આવ્યું વિમાન! 7700 કોડ બાદ British Airwaysની ફ્લાઇટ લંડન પરત

આ પણ વાંચો:કેપ્ટન સ્મિત હુમલો: ઓસ્ટ્રેલિયા કેમ તપાસમાં જોડાયું? 5 મોટા સવાલ