Ajab Gajab News/ ‘રોબોટ આત્મહત્યા’નો પ્રથમ કિસ્સો…ઑષ્ટ્રિયાની અજબ ઘટના વિશે હજુ પણ રહસ્ય અકબંધ!

ફાયર બ્રિગેડના કર્મચારી નીવાસેરના જણાવ્યા મુજબ, “રોબોટ કઇ રીતે સક્રિય થયો અને હૉટપ્લેટ સુધી શી રીતે પહોંચ્યો એ એક રહસ્ય છે! મને Robot Suicide વિશે…

Ajab Gajab News Trending
Robot Suicide...વર્ષ 2013ની આ પ્રથમ ઘટનાનું Shocking રહસ્ય અકબંધ!

Ajab Gajab News: દુનિયામાં ઑષ્ટ્રિયા દેશમાં 13 નવેમ્બર 2013ના રોજ એક અજીબ ઘટના બની હતી…જે ‘રોબોટ આત્મહત્યા’ (Robot Suicide)ના પ્રથમ કિસ્સાના સ્વરુપમાં જાણીતી બની હતી. આ એક ઘટનામાં એવું કહે છે કે સફાઈના કામથી ઉબાઈ જઈને એક ઘરેલુ રોબોટે રસોઈના ગરમ હોટપ્લેટ પર ચઢીને આગમાં સળગીને પોતાની જાતને નષ્ટ કરી નાખી હતી!

13 નવેમ્બર 2013 (13 November 2013)નો આ અજીબ કિસ્સો છે જેને ‘રોબોટની આત્મહત્યા’ (Robot Suicide)ના પ્રથમ કિસ્સા તરીકે ઓળખાવવામાં આવે છે! આ કિસ્સામાં ઑસ્ટ્રિયાના એક ઘરમાં હાજર એન્ડ્રોઈડને જ્યારે કિચનની હોટપ્લેટ પરનું વેરાયેલું અનાજ સાફ કરવાનું હતુ ત્યારે જ એ એની ઉપર ચડી ગયો અને એ નષ્ટ થઈ ગયો!

Robot Suicide First Case
Robot Suicide First Case

‘રોબોટની આત્મહત્યા’ના પ્રથમ કિસ્સો (Robot Suicide First Case)

ઑષ્ટ્રિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એ રોજ-રોજના ઘરની સફાઈના કામ કરવાથી કંટાળી ગયો હતો. “Fed up with tedious chores, robot kills itself!” આ પ્રકારના મથાળા પણ પ્રકાશિત થયા હતા.

એ સમયે ઑષ્ટ્રિયાના કિચડૉર્ફમાં હિંટરસ્ટોડર શહેર (Hinterstoder town in Kirchdorf, Austria) માં એક ઘરમાં લાગેલી આગ બૂઝાવવા માટે આવેલા ફાયર બ્રિગેડ (Fire Brigade)ના કર્મચારી હેલ્મુટ નીવાસેરે જણાવ્યું હતુ કે, “કોઈ કારણોસર આ આગ ફરીથી ભડકી ઉઠી હતી અને કામ કરવાની જગ્યાએ ફેલાઈ ગઈ જ્યાં એક ભોજન પકાવવાના વાસણને રસ્તેથી હટાવતા જ આગ બુઝાઈ ગઈ હતી! એ ઘણી ઝડપથી પીગળવા લાગ્યો હતો અને પછી તો રસોઈના હૉટપ્લેટ સાથે ચોટી ગયો અને ત્યાર બાદ એમાં આગ લાગી ગઈ… અમે પહોંચ્યા ત્યારે એ રોબોટ રાખનો ઢગલો બની ચૂક્યો હતો!”

Metro.Co.UK ના રિપોર્ટ અનુસાર, આખી ઈમારતને ખાલી કરાવવી પડી અને ખાસ કરીને એ ફ્લેટમાં કે જ્યાં રોબોટ (Robot)નો ઉપયોગ કરવામાં આવી રહેલો ત્યાં ધુમાડા ફેલાઈ ગયા અને ઘણુ ભારે નુકસાન થયું હતુ.

ફાયર બ્રિગેડના કર્મચારી નીવાસેરના જણાવ્યા મુજબ, “રોબોટ કઇ રીતે સક્રિય થયો અને હૉટપ્લેટ (Hotplate) સુધી શી રીતે પહોંચ્યો એ એક રહસ્ય છે! મને રોબોટના આત્મહત્યા કરવા અંગેના આરોપો વિશે તો ખબર નથી પરંતુ ઘરના માલિકના કહેવા અનુસાર આ રોબોટ ઉપકરણ (Robot Appliances) બંધ જ હતું!”

આ ઘટના બાદ, ઘરના માલિકે રોબોટ બનાવનારી કંપની પર કેસ કરવાનું પણ પ્લાન કર્યું હતુ.

South Korea Robot Suicide
South Korea Robot Suicide

વૈજ્ઞાનિકોના મતે અસલી કારણ

આ અજબ ઘટનાને રમૂજી રીતે ભલે ને ‘રોબોટ સ્યુસાઈડ‘ (Robot Suicide)નું નામ આપવામાં આવેલું હોય પણ વૈજ્ઞાનિકોના મતે રોબોટમાં કોઈ ભાવનાઓ (Emotions) હોતી નથી. વાસ્તવમાં રોબોટના સેન્સર્સ અથવા સ્વિચમાં કોઈ તકનિકી ક્ષતિ (Technical Fault in Robot) આવવાને કારણે એ જાતે જ એક્ટિવ થઈ ગયો અને હૉટપ્લેટ તરફ જતો રહ્યો હતો! અત્રે ઉલ્લેખનીય છે કે આવો જ એક કિસ્સો વર્ષ 2024માં દક્ષિણ કોરિયા થી પણ જાણવા મળ્યો હતો, જ્યાં વહીવટી કામમાં મદદ કરતા રોબોટ સીડીઓની નીચે ઝંપલાવીને નષ્ટ થઈ ગયો હતો. આ બનાવ અગાઉ એ ગોળ-ગોળ ફરવા લાગ્યો હતો અને અચાનક એણે સીડીઓ પરથી પડતુ મૂક્યું હતું! આને પણ લોકોએ કામના તણાવના કારણે ‘રોબોટ સ્યુસાઈડ’ (South Korea Robot Suicide)નું નામ આપ્યુ હતું!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :