Ajab Gajab News/ જાપાને આ રીતે બનાવેલા ટોકિયો ઓલમ્પિક મેડલ્સ…62 લાખ જેટલા જૂના ફોનથી કરેલો આ કમાલ!

વર્ષ 2017 થી 2019 સુધી જાપાનમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતુ બેકાર પડેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને Tokyo 2020 માટેના ઓલમ્પિક મેડલ્સ…

Ajab Gajab News Trending
Tokyo 2020 ઓલમ્પિક ગેમ્સના મેડલ: જાણો Amazing અને રસપ્રદ ઈતિહાસ!

Ajab Gajab News: વર્ષ 2020ના ટોકિયો ઓલમ્પિક અને પેરા-ઑલમ્પિક માટે મેડલ તૈયાર કરવા (Tokyo 2020 Olympic Medals Making) માટે જાપાને એક એવો જુગાડ અપનાવ્યો જેણે આખી દુનિયાનું ધ્યાન એની તરફ આકર્ષ્યું હતુ!

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારો જૂનો મોબાઇલ ફોન કોઈ ઓલમ્પિક મેડલનો એક ભાગ બની શકે? સાંભળવામાં આ વાત થોડી વિચિત્ર લાગે છે પણ જાપાને એને હકીકત બનાવી દેખાડી હતી. વર્ષ 2020ના ટોકિયો ઓલમ્પિક અને પેરા-ઑલમ્પિક માટે મેડલ તૈયાર કરવા (Tokyo 2020 Olympic Medal Making) માટે જાપાને (Japan) એક એવો જુગાડ અપનાવ્યો જેણે આખી દુનિયાનું ધ્યાન એની તરફ આકર્ષ્યું હતુ! આજે પણ આ વાતની યાદ તાજી જ છે અને એનો ઉલ્લેખ કરવામાં આવે છે.

E Waste
E Waste

વર્ષ 2017 થી 2019 સુધી જાપાનમાં એક વિશેષ અભિયાન (Recycling Campaign) ચલાવવામાં આવ્યું હતુ જેનું લક્ષ્ય હતું જૂના અને બેકાર પડેલા મોબાઈલ ફોન અને અન્ય નાના ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ (Old Mobile Phones & Electronics Device)ને એકત્ર કરવાનું! લોકોને અપીલ કરવામાં આવી હતી કે એ પોતાના જૂના-પુરાણા ફોન અને ઇલેક્ટ્રોનિક્સનો સામાન દાન કરે જેથી એનો ઉપયોગ કરીને ઓલમ્પિક મેડલ તૈયાર કરી શકાય.

આ અભિયાન અંતર્ગત, જાપાનના લોકોએ લગભગ 6.21 મિલીયન અર્થાત્ 62.1 લાખ મોબાઈલનું દાન કર્યુ હતુ! આ ઉપરાંત, લગભગ 79,000 ટન વજનના ઈલેક્ટ્રોનિક્સ ડિવાઇઝ પણ એકત્ર કરવામાં આવ્યા હતા. આ ઉપકરણોને જમા કરવામાં સ્થાનિક સરકાર, નગરપાલિકાઓ અને 38 કંપનીઓએ પણ સહયોગ કર્યો હતો.

આખરે મોબાઈલ ફોનથી મેડલ શી રીતે બનાવ્યા? (Tokyo 2020 Olympic Medal Making)

વાસ્તવમાં જૂના મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઈઝમાં અનેક પ્રકારની ધાતુઓ હાજર હોય છે. આ ઉપકરણોને સીધા જ પીગાળીને મેડલ નહોતા બનાવવામાં આવેલા પરંતુ એમને પહેલા પ્રોસેસ કરીને અલગ-અલગ ભાગોમાંથી ધાતુઓને કાઢીને એમને રિફાઇન કરવામાં આવી હતી. આ પૂર્ણ પ્રક્રિયામાં પ્લાસ્ટિક, ગ્લાસ અને સ્ટીલ (Plastic, Glass, Steel) જેવા અન્ય કેટલાયે પદાર્થો પણ વર્ગીકૃત કરીને અલગ પાડવામાં આવેલા.

Recycling E Waste
Recycling E Waste

આ સમગ્ર પ્રક્રિયા બાદ આશરે 32 કિલોગ્રામ સોનુ, 3,500 કિલોગ્રામ ચાંદી અને 2,200 કિલોગ્રામ બ્રોન્ઝ (Gold, Silver & Bronze) જેવી આવશ્યક ધાતુઓ પ્રાપ્ત થઈ હતી. આટલી ધાતુ (Metal)માંથી ટોકિયો 2020 ઓલમ્પિક અને પેરામ્લપિક માટે લગભગ 5,000 જેટલા મેડલ તૈયાર કરવામાં આવ્યા હતા! જો કે, અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રત્યેક મેડલ સીધી જ મોબાઈલ ફોનમાંથી નીકળેલી ધાતુમાંથી નહતા બન્યા. એ ધાતુઓને કાઢીને રિફાઇન કર્યા બાદ એનો ઉપયોગ મેડલ તૈયાર કરવામાં થયો હતો.

ટોકિયા 2020 ની મીડિયા ગાઈડ અનુસાર, બ્રોન્ઝ મેડલ કટપર-રિચ એલૉયમાંથી બનાવાયા હતા. જ્યારે ગોલ્ડ મેડલ સંપૂર્ણ રીતે સોનાના નહોતા પણ એમની બૉડી ચાંદીની હતી અને એની પર 6 ગ્રામથી વધુના સોનાનું પડ ચડાવવામાં આવ્યું હતુ. જ્યારે સિલ્વર મેડલ ચાંદીમાંથી જ તૈયાર કરવામાં આવ્યા હતા. આ (Tokyo 2020 Olympic Medal Making) પ્રોજેક્ટની વિશેષ બાબત માત્ર હજારો મેડલ બનાવવા સુધી જ સીમિત નહોતી પણ અસલી કહાણી તો એ હતી કે નકામા ગણાતા ઈલેક્ટ્રોનિક્સ સામાનને રિસાયકલ કરીને એક મોટા આંતરરાષ્ટ્રીય આયોજનનો ભાગ બનાવવામાં આવ્યો હતો!

જાપાન ટેક્નોલોજીમાં ખૂબ જ આગળ છે આવામાં અહીં કરાયેલી તૈયારીઓની ભારે પ્રશંસા થઈ હતી. ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતા મેડલ એક નવી રીતથી તૈયાર કરવામાં આવ્યા હોવાની વાતે ચકચાર જગાવી હતી. જાપાને ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવેલા મેડલની એક ઝલક બતાવી ત્યારે તે  જોઈને લોકોને ભારે નવાઈ પણ લાગી રહી હતી અને જાપાનની આ પહેલની પ્રશંસાઓના પુલ બાંધ્યા હતા!

જાપાને કરેલો આ અનોખો પ્રયોગ એ બાબત દર્શાવે છે કે, રિસાયકલિંગ (Recycling) કેવળ કચરો (E Waste) ઓછો કરવાની પદ્ધતિ નથી! યોગ્ય પ્લાનિંગ અને ટેકનિકની સાથે જૂના સામાનમાંથી એવી વસ્તુઓ પણ બનાવી શકાય છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે! જો કે, આ પ્રકારની એક જ પહેલ દુનિયાની પર્યાવરણીય સમસ્યાઓ (Environmental Problems)ને હલ કરી શકે એમ નથી. પરંતુ, સંસાધનોને ફરીથી વાપરવાની કેટલી અલગ અને રસપ્રદ રીતો હોઇ શકે છે એ પણ દર્શાવે છે. આ રીતે વિશ્વના પર્યાવરણને સંતુલિત કરવાની દિશામાં એક નવું પગલું ભરાયું હતું.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :