Surat News/ ગાંધી જયંતીએ સુરતમાં શક્તિપ્રદર્શન! 5 હજારથી વધુ લોકોની ‘અહિંસા માર્ચ’

Surat Ahimsa March: ગાંધી જયંતીએ સુરતમાં ગેરકાયદે કતલખાનાઓ સામે 5 હજારથી વધુ લોકોની અહિંસા માર્ચ યોજાઈ. કલેક્ટરને આવેદન આપી ગૌવંશના રક્ષણ અને કડક કાર્યવાહીની માંગ કરાઈ.

Gujarat Top Stories Surat
Surat Ahimsa March: 5 હજારથી વધુ લોકોની રેલી, ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ

Surat News: ગાંધી જયંતીના દિવસે સુરતમાં (Gandhi Jayanti Surat) ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ‘અહિંસા માર્ચ’ યોજાઈ (Surat Ahimsa March) હતી. આયોજકોના જણાવ્યા મુજબ આ માર્ચમાં સાધુ-સંતો, સાધ્વીજી ભગવંતો, વિવિધ સામાજિક સંગઠનો અને સામાન્ય નાગરિકો સહિત 5 હજારથી વધુ લોકો જોડાયા હતા.

Surat Ahimsa March: સરગમ શોપિંગ સેન્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી માર્ચનો પ્રારંભ થયો હતો. રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.રેલીમાં સાધુ-સંતો અને જૈન સાધ્વીજી ભગવંતો ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો.

ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહીની માંગ

રેલી બાદ સંતો અને સામાજિક અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે રીતે ચાલતા હોવાનો દાવો કરવામાં આવતા કતલખાનાઓ સામે કડક (Illegal Slaughterhouse) કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

Surat Ahimsa March: 5 હજારથી વધુ લોકોની રેલી, ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ
Surat Ahimsa March: 5 હજારથી વધુ લોકોની રેલી, ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ

આયોજકોનો આક્ષેપ છે કે આવી પ્રવૃત્તિઓ અહિંસાના (Ahimsa March Gujarat) મૂલ્યો સાથે સુસંગત નથી. તેમણે તંત્રને આવા કતલખાનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને બંધ કરાવવાની માંગ કરી હતી.

ગૌવંશના રક્ષણની માંગ

અહિંસા માર્ચ દરમિયાન ગૌવંશના (Gau Raksha) રક્ષણનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. સાધુ-સંતો અને આગેવાનોએ ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ કરી હતી.આ સાથે ગૌવંશના રક્ષણ માટે વધુ અસરકારક પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

Surat Ahimsa March: 5 હજારથી વધુ લોકોની રેલી, ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ
Surat Ahimsa March: સુરતમાં ગેરકાયદે કતલખાનાના વિરોધમાં જનમેદની

કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચેતવણી

આયોજકો અને સંતોએ જણાવ્યું હતું કે ગેરકાયદે કતલખાનાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દે વધુ આંદોલન કરવામાં આવી શકે છે.ગાંધી જયંતીના દિવસે યોજાયેલી આ માર્ચમાં અહિંસા, ગૌવંશ રક્ષણ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા.


આ પણ વાંચો: અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત

આ પણ વાંચો: અમદાવાદ : ધંધુકા પોલીસે કતલખાને લઈ જવાતા 20 ગૌવંશને બચાવ્યા

આ પણ વાંચો: બનાસકાંઠામાં પાંજરાપોળ તેમજ ગૌશાળાઓના ૮૪ હજારથી વધુ ગૌવંશને રૂ. ૮૭ કરોડની નિભાવ સહાય  : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ