Vadodara News : વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં બનેલી ભયાનક દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા તંત્રની ગંભીર બેદરકારી ખુલ્લી પડી છે. અંદાજે 40 ફૂટ ઊંચાઈએથી પીઓપી (POP) અને લોખંડનું વિશાળ સ્ટ્રક્ચર ધરાશાયી થતાં અમદાવાદના 72 વર્ષીય વૃદ્ધ મુસાફરનું સ્થળ પર જ મોત (Dies)થયું હતું.
બે સેકન્ડનો વિરામ બન્યો જીવલેણ
CCTVમાં સ્પષ્ટ જોવા મળે છે કે વૃદ્ધ મુસાફર ડેપોની બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઉપરથી કાટમાળ પડતો જોઈ સિક્યોરિટી ગાર્ડે બૂમ પાડી તેમને ચેતવ્યા હતા. વૃદ્ધ ક્ષણભર માટે અટકી ગયા, પરંતુ જેમણે પાછા વળવાનો પ્રયાસ કર્યો, એટલામાં જ 40 ફૂટ ઊંચેથી વિશાળ સ્ટ્રક્ચર તેમના પર તૂટી પડ્યું. ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત(Dies) નિપજ્યું.

મૃતકની ઓળખ
આ દુર્ઘટનામાં મૃત્યુ(Dies) પામનાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહેવાસી નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે (ઉંમર 72) હતા. આશરે 60 ફૂટ લાંબું અને 20 ફૂટ પહોળું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં આ કરુણ ઘટના બની હતી.
114 કરોડના ડેપો પર પ્રશ્નચિન્હ
આ બસ ટર્મિનલ આશરે રૂ. 114 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેનું લોકાર્પણ વર્ષ 2014માં થયું હતું. માત્ર 12 વર્ષમાં આવી ગંભીર દુર્ઘટના સર્જાતા બાંધકામની ગુણવત્તા અને દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
સ્ટેબિલિટી સર્ટિફિકેટનો અભાવ
ચોંકાવનારી વાત એ છે કે ડેપો સંચાલકોએ સ્વીકાર્યું છે કે બિલ્ડિંગ માટે જરૂરી ‘સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ’ તેમની પાસે ઉપલબ્ધ નહોતું, જે તંત્રની બેદરકારીને વધુ સ્પષ્ટ બનાવે છે.
તપાસ માટે SITની રચના
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે. ઉપરાંત, બાંધકામમાં વપરાયેલા મટિરિયલના નમૂનાઓ FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
લોકોમાં રોષ, વિસ્તાર સીલ
મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે. હાલ સુરક્ષાના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને બસ વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
