- બિનસચિવાલય ઓફીસ એસીસટેન્ટની પરીક્ષામાં ગેરરીતી
- રાજ્યભરમા વિદ્યાર્થીઓ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપ્યું
- રોષ સાથે પરીક્ષા રદ્દ કરવાની ઉગ્ર માંગ કરવામા આવી
હાલમાં સરકાર દ્વારા લેવાયેલી બિનસચિવાલય ઓફીસ એસીસટેન્ટની પરીક્ષામાં ગેરરીતી સામે આવી હતી. વિદ્યાર્થીઓએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. તો વડોદરામા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચી હાલમાં લેવાયેલ પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.
બીજી તરફ રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની ગેરરીતી ન થાય તેના માટે સરકાર કાળજી રાખે તેવું આવેદન રાજકોટ જીલ્લા કલેકટરને પાઠવ્યું હતું. તો સાબરકાંઠામા 50 કરતા વધુ પરિક્ષાર્થીઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફરી પરીક્ષા લેવાય તેમજ યોગ્ય તપાસની માંગ કરવામા આવી હતી.
આ તરફ પાટણમાં પરીક્ષા દરમિયાન અનેક સેન્ટરો પર ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો કરતા ઉમેદવારોએ શિક્ષણ વિભાગ અને ગૌણ સેવા મંડળ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અરવલ્લીમા વિરોધની સાથોસાથ પરીક્ષા ઓનલાઈન લેવાય તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યભરમા વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
