Pakistan: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો. ઇસ્લામાબાદમાં જુમ્માની નમાજમાં એક મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો, જેમાં 12 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનથી (Pakistan) એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો છે. જુમ્માની નમાજ દરમિયાન સુસાઇડ બ્લાસ્ટ કરવામાં આવ્યો, જેમાં 12 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. બ્લાસ્ટ પછી સાવચેતીના પગલા તરીકે, ઇસ્લામાબાદમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે.
اسلام آباد امام بارگاہ میں دھماکہ.پولیس اور ریسکیو کی ٹیمیں موقع پر روانہ.دھماکہ ترلائی میں موجود امام بارگاہ میں ہوا. pic.twitter.com/KWS05mzHWF
— Latif Shah (@LatifShah27163) February 6, 2026
આ બ્લાસ્ટ થયા પછી સોશિયલ મીડિયા પર ઘણા ફોટા સામે આવ્યા હતા. જેમાં લોકોના શરીરના ભાગો જ્યાં ત્યાં વેર વિખેર થયેલા જોઈ શકાય છે. પહેલા તે આત્મઘાતી હુમલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, બ્લાસ્ટ કસર-એ-ખાદીજાતુલ કુબ્રા મસ્જિદમાં થયો છે, જેને ઇસ્લામાબાદની બડા મસ્જિદ પણ કહેવામાં આવે છે. ઘટનાના વીડિયો ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે

મસ્જિદના ગેટ પર પોતાને બોમ્બથી ઉડાવ્યો
મીડિયા અહેવાલ પ્રમાણે, એક શખ્સે મસ્જિદના ગેટ પર પોતાને બોમ્બથી ઉડાવી દીધો. ઇસ્લામાબાદ પોલીસ અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.

ત્રણ મહિના પહેલા પણ થયો હતો હુમલો
ત્રણ મહિના પહેલા 11 નવેમ્બર 2025ના રોજ ઇસ્લામાબાદના G-11 વિસ્તારમાં એક જિલ્લા અને સેશન્સ કોર્ટની બિલ્ડિંગની બહાર પણ એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. તે વિસ્ફોટમાં બાર લોકો માર્યા ગયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો:પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓની દુર્દશા પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ
આ પણ વાંચો:શું ભારત ગાઝા માટે તુર્કી-પાકિસ્તાન શાંતિ બોર્ડમાં જોડાશે? ભારતને ટ્રમ્પનું આમંત્રણ
આ પણ વાંચો:પાકિસ્તાનનો નવો પેંતરો! T20 વર્લ્ડ કપ તો રમશે, પણ ભારત સામેની મેચનો કરશે બહિષ્કાર?
