ગાંધીનગર,
ગાંધીનગરમાં ભાજપની બેવડી નીતિ સામે આવી છે. ભાજપે બહાર પાડેલ સૈનિક ફોર્મમાં જાતિની માહિતી મંગાઇ. લોકસભાની ચૂંટણી સમયે ભાજપે ફોર્મ બહાર પાડ્યા.
ન જ્ઞાતિવાદ, ના પ્રાંત વાદ અમારો ફક્ત રાષ્ટ્રવાદનું સુત્ર લગાવ્યા. ફોર્મમાં SC, ST,OBC કે જનરલની માહિતી માંગવામાં આવી હતી.
ભાજપના સૈનિક ફોર્મમાં SC/ST/OBC/Others જેવા વિકલ્પો સાથેનું એક ખાનું આપવામાં આવ્યું છે.

જેમાં ભાજપ સૈનિક બનવા માગતા વ્યક્તિએ પોતાની જ્ઞાતિ લખવી ફરજીયાત છે. આમ નવા આવનારા કાર્યકરોના ફોર્મમાં જાતિનું કોલમ આપતા હોબાળો થાય તો નવાઇ નહીં.
