Surat News/ સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો

આ સમગ્ર ગાંજા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર યશ રાઠોડને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

Top Stories Gujarat Surat
Image 2025 03 22T105227.244 સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો

Surat News: સુરત (Surat) શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) એક મોટા ડ્રગ રેકેટ (Drug Racket)નો પર્દાફાશ કરી વોન્ટેડ આરોપી યશ બૂટલેગરની લાજપોર ગામમાંથી ગાંજો મંગાવતા બાતમી અને લોકેશનનાં આધારે ધરપકડ કરી છે, જે થાઈલેન્ડથી ‘હાઇબ્રિડ ગાંજો’ આયાત (Import) કરીને સુરતમાં સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ સમગ્ર સોદો સ્નેપચેટ પર ગાયબ થઈ રહેલા સંદેશાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપીઓ ગાંજો લઈને સુરતમાં પ્રવેશી રહ્યા હતા અને જ્યારે પોલીસે આરોપીઓને પકડીને વાહનની તપાસ કરી ત્યારે તેમાંથી 1.33 કિલો હાઇબ્રિડ ગાંજો (Hybrid Drugs) મળી આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 39 લાખનો ગાંજો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.

shus 1740488460 સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો

આ કેસમાં, આરોપીઓ સ્નેપચેટ (Snapchat) દ્વારા ‘ડાર્ક ડીલ્સ’ (Dark Deals) કરી રહ્યા હતા. ગાંજાનો ઓર્ડર આપવા, તેની ડિલિવરી અને ચુકવણી સહિતની સમગ્ર ક્રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ પર ગાયબ થતા મેસેજ દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસને +66 (થાઇલેન્ડ) નંબર પરથી વોટ્સએપ (Whatsapp) પર કરવામાં આવેલી ઘણી ચેટ અને કોલ પણ મળી આવ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી, ભાવેશ રોઝીયા

પોલીસે સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ મહેશભાઇ સુમરા નામના બે આરોપીઓની ગાંજા સાથે ધરપકડ કરી હતી. જ્યારે આરોપીઓને રોકીને તપાસ કરવામાં આવી, ત્યારે ગાંજાની ગંધ એટલી તીવ્ર હતી કે તે 10 મીટર સુધી ફેલાઈ ગઈ હતી. સુલેમાન પહેલા પણ હાઇબ્રિડ ગાંજા પહોંચાડી ચૂક્યો છે. તે દક્ષિણ આફ્રિકામાં કામ કરતો હતો અને ભારત પરત ફર્યા બાદ, તે થાઇલેન્ડ કનેક્શન દ્વારા ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જ્યારે બીજો આરોપી શુભમ સ્નેપચેટ પર ડ્રગ સ્મગલર યશ રાઠોડ સાથે સતત સંપર્કમાં હતો. બંને આરોપીઓને સુરતમાં ગાંજો સપ્લાય કરીને 45 હજાર રૂપિયાનું કમિશન મળતું હતું.

Image 2025 03 22T105633.344 સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો

આ સમગ્ર ગાંજા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર યશ રાઠોડને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્નેપચેટ અને વોટ્સએપ ડેટામાંથી યશનું લોકેશન શોધી કાઢ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ પેડલર યશ રાઠોડની સઘન પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ જણાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં અમદાવાદ રેલ્વે પોલીસની SOGએ મહિલા અને સગીરની કરી ધરપકડ, ડ્રગ્સની કરી હેરાફેરી

આ પણ વાંચો:ગુજરાતમાં કોડવર્ડથી ગાંજાની ડીલ થાઇલેન્ડ વાયા કોલકાતાથી સપ્લાય થતા ડ્રગ્સનો ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ

આ પણ વાંચો:સુરતમાં ફરી ઝડપાયું ડ્રગ્સ! મહિલા સહિત 4 આરોપીઓ ઝડપાયાં