Surat News/ ગુજરાતમાં કોડવર્ડથી ગાંજાની ડીલ થાઇલેન્ડ વાયા કોલકાતાથી સપ્લાય થતા ડ્રગ્સનો ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ

થાઈલેન્ડથી ડ્રગ્સ અલગ અલગ સર્વિસ દ્વારા ભારતમાં ઘુસાડવામાં આવે છે

Top Stories Gujarat Surat

Surat News : પોલીસથી બચવા ડ્ગર પેડલરો અવનવા પેંતરા કરતા હોય છે. જેમાં ગુજરાતમાં કોર્ડવર્ડથી ગાંજો સપ્લાય કરવામાં આવે છે. સુરત શહેરમાં ક્રાઈમ બ્રાંચે આવા જ એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે થાઈલેન્ડથી ‘પ્યોર હાઇબ્રિડ ગાંજા’ મગાવીને સુરતમાં સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ સમગ્ર ડીલ disappearing messages દ્વારા સ્નેપચેટ પર કરવામાં આવી હતી. આરોપીઓ “OG” (ઓર્ગેનિક ગાંજા) અને “બુબ્બા કુશ” જેવા કોડવર્ડથી સ્નેપચેટ પર થાઈલેન્ડથી હાઇ ક્વોલિટી હાઇબ્રિડ ગાંજાના ઓર્ડર બુકિંગ અને સપ્લાય કરતા હતા.ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુજરાતમાં ગાંજાની ડીલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

આ ડ્રગ રેકેટ સ્નેપચેટ અને વ્હોટ્સએપ જેવી એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સથી સંચાલિત થતો. સ્નેપચેટ disappearing messages દ્વારા માત્ર 2-3 લાઈનમાં ડીલ ફાઈનલ થઈ જતી, જેમાં અલગ અલગ કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો અને ડીલને ફાઇનલ કરવામાં આવતી હતી, જેમ કે

“OG” = ઓર્ગેનિક ગાંજા
“બુબ્બા કુશ” = હાઇ-ગ્રેડ ઇન્ડિકા-પ્રભુત્વ ધરાવતી ગાંજાની જાત
“પેકેટ સેટ?” = માલ તૈયાર છે
“ડ્રોપ લૉકેશન?” = ડિલિવરીનો બિંદુ

સ્નેપચેટ પર ફોટા અને વીડિયો મોકલીને માલની ખાતરી કરાવાતી. વ્હોટ્સએપ પર થાઈલેન્ડના +66 નંબર પરથી કોલ્સ અને ચેટ્સ થઈ હતી, જે દર્શાવે છે કે આ માત્ર ગુજરાત નહીં, પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો હિસ્સો છે.ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ગુજરાતમાં ગાંજા સપ્લાય માટે એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કની કડી મળી છે, જેમાં હાઇ ગ્રેડ હાઇબ્રિડ ગાંજાની ખેતી અને સપ્લાય થાઈલેન્ડમાં ડાર્ક નેટ અને એન્ક્રિપ્ટેડ ચેટ્સ દ્વારા મેનેજ થાય છે. ત્યાંના ડ્રગ ડીલર્સ વ્હોટ્સએપ અને સ્નેપચેટ પર “OG” અને “બુબ્બા કુશ” કોડવર્ડથી ઓર્ડર લે છે.

થાઈલેન્ડથી ડ્રગ્સ અલગ અલગ સર્વિસ દ્વારા ભારતમાં ઘુસાડવામાં આવે છે. ત્યાંથી ગાંજા આવ્યા બાદ ઓર્ડર પ્રમાણે અલગ અલગ સેન્ટરમાં સપ્લાય કરવામાં આવે છે. કોલકાતામાં લોકલ ડ્રગ પેડલર્સ સ્નેપચેટ અને વ્હોટ્સએપ પર ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં સપ્લાય માટે કનેક્શન બનાવી રહ્યા છે. સુરત જેવાં શહેરોમાં યુવાનો સ્નેપચેટ અને વ્હોટ્સએપ પર આ કોડવર્ડથી ઓર્ડર કરી રહ્યા છે.

સુલેમાન અને શુભમ સ્નેપચેટ પર યશ રાઠોડ સાથે સંપર્કમાં રહીને 45,000 રૂપિયાની કમિશન પર ગાંજા સપ્લાય કરતા. અલગ-અલગ શહેરોમાં સપ્લાય માટે ડ્રગ પેડલર્સને ક્રિપ્ટોકરન્સી અને હવાલા દ્વારા પેમેન્ટ કરવામાં આવતું હતું કે કેમ એ અંગેની પણ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે સચિન વિસ્તારમાં લાજપોર જેલ નજીક પોપડા-કાછોલી ગામ પાસે ઓપરેશન હાથ ધર્યું, જ્યાં વોક્સવેગન કાર (GJ 05 RI 7617)માંથી 1.33 કિલો હાઇ ગ્રેડ ગાંજો મળ્યો.

ગાંજાની તીવ્ર સુગંધ 10 મીટર સુધી ફેલાઈ ગઈ હતી. આ રેકેટમાં સામેલ સુલેમાન અને શુભમ નામના બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે બંને હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી માટે આવ્યા હતા. સૌથી મહત્ત્વની વાત છે કે સુલેમાન અગાઉ સાઉથ આફ્રિકામાં નોકરી કરતો હતો અને ભારત પાછો ફર્યો હતો. ત્યાર બાદથી જ થાઈલેન્ડ કનેક્શનથી તે ગાંજા સપ્લાય કરી રહ્યો હતો.

આ રેકેટમાં યશ રાઠોડ સામેલ છે, જે આ ડ્રગ પેડલરને ગાંજા સપ્લાય કરતો હતો, હાલ ક્રાઈમ બ્રાન્ચ તેની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોલકાતામાં બેસીને તે ગુજરાતમાં ગાંજા સપ્લાય કરતો હતો. સુરતમાં ગાંજા સપ્લાય કરવા માટે 45000 કમિશન પણ આપતો હતો. બંને આરોપી સુલેમાન અને શુભમ યશ રાઠોડને મેસેજ કરતા હતા અને ઓર્ડર પ્રમાણે તે ગાંજો સપ્લાય કરતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ

આ પણ વાંચો:બનાસકાંઠામાં ખનીજ ચોરી કેસમાં મશીન માલિક ના આગોતરા જામીન રદ

આ પણ વાંચો:બનાસકાંઠાના થરાદમાં તસ્કરોનો ત્રાસ, બે બંધ મકાનના તાળા તૂટ્યાં