ગુજરાત સરકારનાં સચિવ તરીકે જ્યારે ડૉ.જે.એન.શેખને પણ એક્સટેન્શન મળ્યુ છે. ત્યાર પછી સૌ પ્રથમવાર વહીવટીતંત્ર અને પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો તોડાઇ રહ્યા છે. આગામી વિધાનસભાનું બજેટ સત્ર 2 જુલાઇનાં રોજ થવાનું છે તે સમયની આસપાસમાં જ આ ફેરફારો તોડાઇ રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. આઈપીએસ અને સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓની બદલી તેમજ જિલ્લા કલેક્ટરની બદલી સમગ્ર વહિવટીતંત્રનાં ધરખમ ફેરફારો તોડાઇ રહ્યા છે.
કેવા પ્રકારનાં બદલીમાં ફેરફારો આવી શકે છે જે અંગે વિસ્તૃત ચર્ચા કરતા મંતવ્ય ન્યૂઝનાં એડિટર એન્ડ ચીફ દિપક રાજાણીએ કહ્યુ કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, ઘણા સમયથી એ વાત ચાલતી હતી કે, વહીવટીતંત્ર અને પોલીસતંત્રમાં ક્યારે બદલી થશે? મીડિયામાં પણ આ વાત સતત આવી રહી હતી. આ અંગે હાલમાં સચિવાલયનાં નજીકનાં સુત્રો જણાવી રહ્યા છે કે, હાલમાં કોઇ બદલી થશે નહી. જે બજેટ સત્ર 2 જુલાઈથી લઇને 26 જુલીઇ સુધીનાં રોજ યોજાવાનું છે, આ બજેટ સત્રની સમાપ્તી બાદ રાજ્ય સરકાર વહીવટીતંત્ર અને પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર કરવા જઇ રહી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા કલેક્ટરોની બદલી કરવામાં આવી નહોતી. જેના કારણે માનવામાં આવી રહ્યુ છે કે, અંદાજે 12 જેટલા કલેક્ટરોની બદલી બજેટ સત્ર બાદ થશે. આપને જણાવી દઇએ કે, હાલમાં કોઇપણ બદલી થવાની નથી, બજેટસત્રની સમાપ્તી બાદ રાજ્ય સરકાર આઇએએસ ઓફિસરમાં બદલી કરશે. આઇએએસ ઓફિસરમાં કલેક્ટર, ડીડીઓ સુધી આ બદલીઓ સીમિત નહી રહે, આ બદલી સચિવાલય કક્ષાએ પણ થશે. સચિવાયલ કક્ષાએ પણ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી અને એસસીએસ કક્ષા સુધીનાં અધિકારીઓમાં ફેરફાર આવશે. આ બધા ફેરફારો બજેટ સત્રની સમાપ્તી બાદ થશે.
આ જ ફેરફાર આઇપીએસ અધિકારીઓમાં પણ જોવા મળશે. કારણ કે આઇપીએસમાં અનેક અધિકારીઓ નિવૃત્ત થઇ ગયા છે. જેની પોસ્ટ ખાલી પડી છે અને આગામી એક કે બે મહિનામાં વધુ કેટલાક અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે, ત્યારે તેમની પોસ્ટ ભરવી બિલકુલ જરૂરી બનશે.
