Ahmedabad News : કાયદો વ્યવસ્થાની ઐસીતૈસી કરતો વધુ એક વીડ્યો સામે આવ્યો છે. અમદાવાદમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ કેટલાક અસામાજીક તત્વો માની રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા ઇસ્કોન પોલીસ ચોકી પાસે જ જાહેરમાં પાંચ થી સાત નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે. પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી લીધી છે. તેમાંથી ત્રણ અમિતસિંહ ડાભી, કાલુ ઉર્ફે મયુર મકવાણા અને પિયુષ મકવાણાની અટકાયત કરી છે.
જ્યારે અન્ય નબીરાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.ઇસ્કોન બ્રિજ પાસે આવેલી ઇસ્કોન પોલીસ ચોકી પાસેના એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે જાહેરમાં 5થી 7 નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈને દારૂ પી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમતા દેખાઈ રહ્યા હતા. નજીકમાં જ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી હોવા છતાં નબીરાઓ કાયદાનું ભાન ભૂલીને ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
શહેરના સિંધુભવન અને એસ.જી હાઈવે પોલીસ દ્વારા રાતભર ચેકિંગ કરાતું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ એસજી હાઇવે પરના જ ઇસ્કોન પાસેની દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓના વીડિયોએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.આ અંગે સેક્ટર-1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે, વીડિયો સામે આવતા પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા શખ્સોની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે ગુનો નોંધીને તમામની ધરપકડ કરવામાં આવશે.
જોકે પોલીસની બેદરકારી સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પ્રશ્નનો હાલ કોઈ જવાબ નથી.
આ પણ વાંચો:અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, હેલ્મેટ પહેર્યું છતાં જીવ ગયો!
આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં આજથી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, હેલ્મેટ નહીં તો તૈયાર રહો દંડ માટે
આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ