અમદાવાદ,
વકીલ કિરીટ જોશીની શહેરના ટાઉન હૉલ જેવા ધમધમતા વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો દ્વારા સારા જાહેર છરી વડે હુમલો કરી કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ નાસી છૂટ્યા હતા, આ બહુચર્ચિત હત્યા કેસના બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડી લીધા છે.
કોર્ટમાં રજૂ કરાયા આરોપીઓને
ત્યારે જામનગરમાં વકીલ કિરિટ જોશીની હત્યાનો મામલે કાવતરાખોરોને કોર્ટમાં રજૂ કરાયા છે. મુંબઈથી ઝડપાયેલા બંને કાવતરાખોરોને કોર્ટમાં રજૂ કરાયા હતાં. બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા પોલીસે જજ સમક્ષ મુક્યા છે. સાયમન લુઈસ અને અજય મહેતાની પોલીસે મુંબઈથી કરી હતી ધરપકડ. એસ.પી. સહિતનો પોલીસ કાફલો જજના બંગલે પહોંચ્યા હતાં. આરોપીઓના 14 દિવસના રિમાન્ડની પોલીસે માંગ કરી છે. એડિશનલ ચીફ જ્યુડીસીયલ જજ દ્વારા આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કરાયા.
જયેશ પટેલે સોપારી આપી હતી.
કિરીટ જોશીની હત્યા કરવા માટે જયેશ પટેલે સોપારી આપીને વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી હતી. હત્યા કરવા માટે 50 લાખ રૂપિયાની સોપારી જયેશ પટેલે આપી હોવાની માહિતી મળી રહી હતી. જયેશ પટેલ બોગસ પાસપોર્ટ બનાવી દુબઈ ભાગી ગયો છે. હોવાની પણ માહિતી મળી રહી છે. પોલીસ ભૂ-માફિયા જયેશ પટેલ સહિતના આરોપીઓની શોધખોળ કરશે.
29 એપ્રિલના રોજ જાહેરમાં કરી હત્યા.
વકીલ કિરીટ જોશીની હત્યા 29 એપ્રિલના રોજ જાહેરમાં રસ્તા પર છરીના સાત-આઠ જેટલા ઘા મારીને તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. જે સમયે તેમની હત્યા કરવામાં આવી રહી હતી તે સમયે ઘટના સ્થળ પર ઘણા બધા લોકો હાજર હતાં પરંતુ કોઈએ પણ કિરીટ જોશીને બચાવવાનો પ્રયાસ કર્યો નહતો. બે શખ્સો બાઈક પર આવીને વકીલ કિરીટ જોશી પર તૂટી પડ્યા હતાં આને કિરીટ જોશીની ક્રુરતા પૂર્વક હત્યા કરી દીધી હતી.
100 કરોડના જમીન કૌભાંડનો કેસ.
જામનગરના ચકચારી 100 કરોડના જમીન કૌભાંડનો કેસ કિરીટ જોશી લડી રહ્યા હતાં, જેમાં 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કિરીટ જોશીના નાના ભાઈ અશોક જોશીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કિરીટ ભાઈ ભૂમાફિયા સામે કેસ લડી રહ્યા હતાં. 100 કરોડના ઇવાપાર્ક જમીન કૌભાંડનો કેસ લડી રહ્યા હતાં. અશોક જોશીનું કહેવું છે કે હજુ સુધી આ કેસ મામલે બીજા કોઈ પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.
