મુંબઈ
દર્શકો ઘણા સમયથી જે ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા તે રિલીઝ થઇ ચુક્યું છે જી હા સલમાન ખાનની ફિલ્મ ‘રેસ-3’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે એ આ ટ્રેલરમાં સલમાન ખાન છવાયેલા છે. ટ્રેલરની શરૂઆત સલમાન ખાનના ડાયલોગથી થાય છે. સલમાને ઘણી બધી ગન્સ ચલાવી છે અને સાથે સાથે દરેક સેકન્ડ મોંધી કરોને બોમ્બથી ઉડાવી છે તેમ બતાવવામાં આવે છે.
ટ્રેલર જોયને કન્ફ્યુજિંગ એવું લાગે છે કે આ ફિલ્મ રોહિત શેટ્ટીની તો નથી ને. આ ટ્રેલર દરેક કલાકાર પોતાની એન્ટ્રી અલગ અંદાજમાં કરતા જોવા મળે છે અને ડાયલોગ બોલે છે જો કે ડાયલોગ્સ સાંભળીને તો ફિલ્મ જોવાની આતુરતા વધી જાય તેમ લાગી રહ્યું છે.
આ ટ્રેલરની ખાસ વાત એ છે કે સલમાન શર્ટ વગર જોવા મળે છે અને એ પણ બોબી દેઓલના સાથે એ જોયને સલમાનના ફ્રેન્સ ખુબજ ખુશથઇ જશે તેમ લાગી રહ્યું છે.
આ ટ્રેલર માં એક્શનને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો છે. તે જણાવે છે કે કેવી રીતે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સલમાન અને બીજી કલાકરોએ પોતાની ભૂમિકા જોઇને આ ફિલ્મ જોવાની આતુરતા ઘણી વધી જાય તેમ કહી શકાય છે. આ ફિલ્મ 15 જુનના દિવસે રિલીઝ કરવામાં આવશે.
જુઓ ટ્રેલર
