Rain Alert/ આદિવાસી આશ્રમ શાળા પાણીમાં ગરકાવ થતાં તમામ વિધાર્થીઓને બચાવી લેવામાં આવ્યા,જાણો

ગઇકાલે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો જેના લીધે ભારે નુકશાન થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories India

દેશના લગભગ બધા રાજ્યોમાં અતિભારે વરસાદ પડ્યો છે, ગઇકાલે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો જેના લીધે ભારે નુકશાન થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોના લોકોએ સ્થળાંતર કરી રહ્યા છે. ગઇકાલના અનારધાર વરસાદના લીઘે મહારાષ્ટ્ર બોર્ડ પર અક્કલકુવા તાલુકાના અંતરિયાળ દેવ નદીના કિનારે આવેલ વડફળીમાં આવેલી એક સરકારી આશ્રમની શાળામાં પાણી ઘૂસી ગયાં હતા,આ શાળાના તમામ બાળકોને શાળામાંથી બચાવી હેમખેમ નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અક્કલકુવા તાલુકાના અંતરિયાળ દેવ નદીમાં પૂર આવતા પાસે આવેલી શાળામાં પાણીમાં ગરકાવ થવા લાગી હતી સરકારી તંત્ર એલકર્ટ હોવાથી શાળામાં રહેતા તમામ બાળકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા,આ આદિવાસી શાળામાં 201 વિધાર્થીઓ રહેતા હતા તે તમામને બચાવી લેવામાં આવ્યા  છે.હાલ આ તમામ વિધાર્થીઓને એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યાં તેેમની તમામ સુવિધા કરાવી દેવામાં આવી છે, ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીએ જણા્યું હતું કે વિધાર્થીઓના વાલીઓ તેમને લેવા આવ્યા છે તે બાળકોને તેમના વાલી સાથે ઘરે જવા દેવામાં આવશે.