ગુજરાતમાં હાલમાં બારે મેઘ ખાંગાં જેવી પરિસ્થિતી છે. ઉનાળાની ગરમીથી કંટાળેલા લોકો વરસાદ આવતા ઠંડક અનુભવી રહ્યા છે. અને વરસાદ આવતા પ્રકૃતિનો આનંદ લેવા ફરવા માટે ઉમટી પડે છે. જો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં અનેક જીલ્લામાં પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. છતાં પણ અનેક લોકો પ્રકૃતિનો આનંદ લેવાનું ચુકતા નથી.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ વરસતા સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા ખાતે આવેલો દેવઘાટના ધોધ ખાતે વરસાદ બાદ નયનરમ્યો દૃશ્ય સર્જાય હતાં. ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. સતત વરસી રહેલ વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે છે.

જેથી ધોધ વહેતાં થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. અને આ નયનરમ્ય દૃશ્યો નિહાળવા સહેલાણીઓ ઊમટી પડ્યા હતા. સુરતના જિલ્લાના ઉમરપાડા પંથકમાં દેવઘાટ ખૂબ જ પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે. સતત વરસાદને પગલે ધોધ વહેતો થતાં અહીં પ્રકૃતિનો આનંદ લેવા સહેલાણીઓની ભીડ જામી રહી છે.

ઉલ્લેખનીય છે કે દેવઘાટના કિનારે કોઈ પણ પ્રકારનાં સુરક્ષા ખાતે તંત્ર દ્વારા કોઈપણ રેલીંગ કે બેરિકેડની વ્યવસ્થા નથી. જેથી પ્રવાસીઓ ધસમસતા ધોધના પ્રવાહમાં જઈને સેલ્ફી લેતા નજરે પડ્યાં હતાં. ભૂતકાળમાં પણ અનેક લોકો દેવઘાટમાં ડૂબીને પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તંત્ર દ્વારા સુરક્ષા હેતુથી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ ? તે અંગે મોટો સવાલ છે.
Monsoon Alert/ દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું સક્રિય, ઘણા રાજ્યોમાં ભારે વરસાદ
