Karnataka News/ કાયદાએ પોતાના દાંત ગુમાવી દીધા છે, ’ દુષ્કર્મના આરોપી પર કર્ણાટક હાઈકોર્ટની સૌથી આકરી ટિપ્પણી

કર્ણાટક હાઈકોર્ટે(High Court) મણિપાલ ઇન્સ્ટિટ્યૂટના એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીની જામીન અરજી ફગાવતા કાયદા અને સજાની કડકાઈ અંગે અત્યંત આકરી ટિપ્પણી કરી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
High Court

Karnataka High Court Statement 2026: “જો તમે હાથ કે પગ કાપી નાખો, તો કદાચ લોકો કાયદાનું પાલન કરશે…” કર્ણાટક હાઈકોર્ટે દુષ્કર્મના(High Court) કેસમાં સંડોવાયેલા એક 23 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીની જામીન અરજી ફગાવી દેતા આ ચોંકાવનારી અને આકરી ટિપ્પણી કરી છે. હાઈકોર્ટના જસ્ટિસ આર. નટરાજની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ગંભીર ગુનાઓ સામે કડક સજા જ એક અસરકારક સાધન તરીકે કામ કરી શકે છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ના દેશોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ત્યાં કડક સજાના ડરને કારણે લોકો કાયદાનું પાલન કરે છે, જ્યારે આપણા દેશમાં લોકશાહી હોવાને કારણે લોકો કાયદાને ખૂબ જ હળવાશથી (ટેકન ફોર ગ્રાન્ટેડ) લઈ રહ્યા છે.

‘કાયદાએ પોતાના દાંત ગુમાવી દીધા છે’: High Court

જસ્ટિસ આર. નટરાજે દેશની વર્તમાન ન્યાયિક સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “આપણા દેશની મુખ્ય સમસ્યા એ છે કે કાયદાએ પોતાના દાંત ગુમાવી દીધા છે (Law has lost its teeth). આપણે ગુનેગારો સામે કડક હાથે કામ લેતા નથી, તેથી જ ગુનો કરવો ખૂબ જ આસાન બની ગયો છે.” તેમણે ઉમેર્યું કે લોકશાહી અને કાયદાનું શાસન હોવા છતાં, ગુનેગારો કોઈ પણ જાતના ડર વિના વારંવાર ગુના આચરે છે અને કાયદાકીય છટકબારીઓ તેમજ રક્ષણનો દુરુપયોગ કરે છે. ગુનાખોરી ડામવા માટે સમાજમાં સજાનો ભય હોવો અનિવાર્ય છે.

‘મીઠું ખાધું છે તો પાણી પીવું જ પડશે’

દુષ્કર્મના આરોપી વિદ્યાર્થી ગોપી રેડ્ડી કાર્તિક રેડ્ડી વતી હાજર રહેલા વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપી ગત 5 એપ્રિલથી એટલે કે લગભગ 2 મહિનાથી જેલમાં છે. આ ઘટના સપ્ટેમ્બર 2023 ની છે, જેને આશરે 3 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને લાંબો સમય જેલમાં રહેવાથી વિદ્યાર્થીના શૈક્ષણિક અને ભવિષ્ય પર ખૂબ ખરાબ અસર પડી રહી છે.

આ દલીલો સામે આકરો પ્રહાર કરતા જસ્ટિસ નટરાજે (High Court) કહ્યું કે, “જો તમે મીઠું ખાધું છે, તો તમારે પાણી પીવું જ પડશે. તેને હજી 4-5 દિવસ જેલમાં જ રહેવા દો, જેથી તેને જેલની આદત પડી જાય. કોને ખબર, જો ભવિષ્યમાં ગુનો સાબિત થશે અને સજા થશે તો તમારે પાછા જેલમાં જ રહેવું પડશે.”

Karnataka high court

શું છે સમગ્ર મામલો?

આરોપી વિદ્યાર્થી મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો વિદ્યાર્થી છે અને પીડિતા તેની ક્લાસમેટ હતી. 12 સપ્ટેમ્બર 2023 ના રોજ આરોપી સંબંધોની ચર્ચા કરવાના બહાને પીડિતાને એક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાના આઘાતને કારણે પીડિતા ડિપ્રેશનમાં સરી પડી હતી, જેની લાંબી સારવાર મણિપાલમાં ચાલી હતી.

બાદમાં પીડિતાએ રાષ્ટ્રીય મહિલા આયોગનો સંપર્ક (High Court) કર્યો હતો, જેના પગલે ઉડુપી મહિલા પોલીસ સ્ટેશનમાં તત્કાલીન ઇન્ડિયન પીનલ કોડ (IPC) ની કલમ 375(a) અને 376 (નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા – BNS પ્રમાણે કલમ 63 અને 64) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આગામી સુનાવણી 8 જૂનના રોજ

અગાઉ 14 મે 2026 ના રોજ ઉડુપીની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં (High Court)પડકારવામાં આવી હતી. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં આરોપીને કોઈ તાત્કાલિક રાહત આપી નથી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 8 જૂન ના રોજ નિયત કરાઈ છે.


આ પણ વાંચો : કર્ણાટક હાઈકોર્ટ: બીજી સ્ત્રી સાથે રહેવું લગ્ન નહીં, પત્નીની અરજી નામંજૂર

આ પણ વાંચો : કર્ણાટક હાઈકોર્ટે ‘X’ ને આપ્યો ફટકો: ભારતમાં કામ કરવા માટે તમારે કાયદાનું પાલન કરવું પડશે

આ પણ વાંચો : ભારત માતા કી જય’ બોલવું એ હેટ સ્પીચ નથી, કર્ણાટક હાઈકોર્ટે પાંચ લોકો સામે નોંધાયેલી FIR ફગાવી