ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ દાદાના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ મહિનામાં મંતવ્ય ન્યૂઝનાં ઉપક્રમે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર દિવસ ચાલનારા આ કાર્યક્રમનાં બીજા દિવસે લોક ગાયિકા રાજલ બારોટે ભક્તોને ભજનનો રસપાન કરાવ્યો હતો. ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થયા હતા. મંતવ્ય ન્યૂઝના ભક્તિ સંગીત કાર્યક્રમમાં શનિવારે એટલે કે કૃષ્ણ જન્મનાં દિવસે જાણીતા લોક ગાયકા ઈન્દિરા શ્રીમાળી જમાવટ કરશે.
મંતવ્ય ન્યૂઝ અને સોમનાથ ટ્રસ્ટ આયોજીત સોમનાથ સંગીતની સૂરાવલી કાર્યક્રમ પૂર્વે ખૂબ નાની ઉંમરે આકરી મેહનતથી સફળતાના શિખરો સર કરવા બદલ રાજલ બરોટનું મંતવ્ય ન્યૂઝ નાં ડિરેક્ટર અર્જુન પટેલ અને સોમનાથ ટ્રસ્ટનાં પદ્દાધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે લોકબોલીનો સ્વરમાં સમન્વય કરી સંગીત જગતને સમૃદ્ધ કરવા બદલ જીજ્ઞેશ કવિરાજનું મંતવ્ય ન્યૂઝ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

તો આવો માણીએ મંતવ્ય ન્યૂઝનાં ઉપક્રમે યોજવામાં આવેલ સોમનાથની સંગીત સંધ્યામાં લોક ગાયિકા રાજલ બારોટે અને જીજ્ઞેશ કવિરાજની રમઝટ………
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
