Not Set/ ભારે કરી આ તસ્કરે !! કલેક્ટર ઓફિસમાં જ હાથ સાફ કરી નાખ્યો, આબરૂ ચોરી ગયો આ તો!

છેલ્લા ઘણાં સમયથી શહેરમાં કારનો કાચ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. ખાસ કરીને આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળતા લોકોની રેકી કરીને ચોરીના બનાવ વધી રહ્યા છે. નવા નરોડા બાદ સુભાષબ્રિજ કલેક્ટર કચેરીના પાર્કિગમાં રહેલી કારનો કાચ તોડી રૂ. 14.50 લાખની ચોરી થઈ છે. રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આ તસ્કર, ચોર […]

Ahmedabad Gujarat

છેલ્લા ઘણાં સમયથી શહેરમાં કારનો કાચ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. ખાસ કરીને આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળતા લોકોની રેકી કરીને ચોરીના બનાવ વધી રહ્યા છે. નવા નરોડા બાદ સુભાષબ્રિજ કલેક્ટર કચેરીના પાર્કિગમાં રહેલી કારનો કાચ તોડી રૂ. 14.50 લાખની ચોરી થઈ છે. રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આ તસ્કર, ચોર કે લૂટારૂએ તો ભારે કરી નાખી છે. તસ્કરે તો કલેક્ટર ઓફિસનાં કમ્પાઉન્ડમાં જ હાથની કમાલા દેખાડી, પોલીસ તો ઠીક છે પણ જીલ્લા અધ્યક્ષની આબરૂ પર પણ હાથ સાફ કરી નાખ્યો છે.

આ તસ્કર દ્વારા અમદાવાદનાં શાહીબાગમાં આવેલી કલેક્ટર ઓફિસનાં પાર્કિગમાં રાખવામા આવેલી ગાડીમાંથી જ ઉઠાતંરી કરી લાધી છે. મહત્વનું છે કે આ ઘટનાથી કલેક્ટર ઓફિસમાં કેમ્સપસમાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હોવાનું ખુલ્યુ છે, ત્યારે જીલ્લાભરને CCTV લગાવવાનાં આદેશ આપતા જીલ્લાઘિશની ઓફિસની રહીસહી આબરૂની પણ ચોરી થઇ જોવા જેવો ક્યાસ થયો છે. સરકારી કચેરી અને તે પણ જીલ્લાધિશની કચેરી સહિતની કચેરીમાં પાર્ક કરેલા વાહનો કેટલા સલામત તે એક સવાલ ઉભો થયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.