Surat News/ સુરતમાં મોપેડ સ્લીપ થતાં સગીરાએ જીવ ગુમાવ્યો

સુરતમાં મોપેડ ચાલક સગીરાએ ફક્ત હેલમેટ પહેર્યુ ન હોવાના કારણે જીવ ગુમાવવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીની દીકરી સગીરા હેલ્મેટ પહેર્યા વગર જ મોપેડ લઈને ટ્યુશન જઈ રહી હતી.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતમાં મોપેડ ચાલક (Moped Driver) સગીરાએ (Minor) ફક્ત હેલમેટ (Helmet)  પહેર્યુ ન હોવાના કારણે જીવ ગુમાવવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીની દીકરી સગીરા હેલ્મેટ પહેર્યા વગર જ મોપેડ લઈને ટ્યુશન (Tuition) જઈ રહી હતી. આ સમયે અચાનક જ મોપેડ સ્લીપ થઈ જતાં તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આમ મેન્યુફેક્ચરિંગનો કારોબાર કરતાં વેપારીની એકની એક દીકરીના મોતથી કુટુંબમાં માતમ છવાયો છે. ઘટનાના પગલે કુટુંબના સભ્યોએ જણાવ્યું હતું કે જો કાવ્યાએ હેલ્મેટ પહેર્યું હોત તો આજે તે અમારી વચ્ચે હોત એમ તેણે જણાવ્યું હતું.

વેપારીએ જણાવ્યું હતું કે તેમની પુત્રી કાવ્યા મોપેડ પર બેસીને ટ્યુશનથી પરત આવી રહી હતી. આ દરમિયાન જી.ડી. ગોયન્કા સ્કૂલ પાસેથી તે પસાર થઈ રહી હતી ત્યારે જ તેનું મોપેડ અચાનક સ્લીપ થઈ ગયું હતું. આના પગલે કાવ્યાના માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તેણે તાત્કાલિક સારવાર મળે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા હતા.

આમ અગ્રવાલ કુટુંબે એકની એક પુત્રી ગુમાવી હતી. વેપારી ઓમપ્રકાશ અગ્રવાલને એકની એક જ પુત્રી કાવ્યા હતી અને કુટુંબમાં હવે એક પુત્રીના અવસાનથી આખા વાતાવરણ ગમગીન થઈ ગયું છે. કુટુંબીજનોમાં ઘેરા શોકની લાગણી છે. માબાપ માટે આ વેદના અસહ્ય છે. તેના સગાસંબંધીઓ અને આખી સોસાયટીમાં પણ આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી છે. કુટુંબના સભ્યોએ અત્યંત રડમસભર્યા અવાજે જણાવ્યું હતું કે જો કાવ્યાએ હેલમેટ પહેર્યું હોત તો આજે તે કદાચ અમારી વચ્ચે હોત.

આ ઘટનાએ પુરવાર કર્યું કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે. કાવ્યાના પિતા ઓમપ્રકાશે જણાવ્યું હતું કે સરકારે હેલ્મેટ પહેરવાનો જે નિયમ બનાવ્યો છે, એનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે. હેલ્મેટ ફક્ત દંડથી બચવા માટે નહીં પરંતુ આપણા જીવનની સુરક્ષા માટે છે.

આ ઘટનાએ ફરી એકવાર પુરવાર કર્યું કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું અનિવાર્ય છે. કાવ્યાના પરિવારના સભ્ય ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા હેલ્મેટ પહેરવાનો જે નિયમ બનાવવામાં આવ્યો છે એનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે. હેલ્મેટ માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ આપણા પોતાના જીવની સુરક્ષા માટે છે.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  Surat News/સુરત મ્યુ.ના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું મોત

આ પણ વાંચોઃ  Surat News/સુરતમાં બાળકી પર ચડી સ્કૂલવાન, થયો ચમત્કારિક બચાવ

આ પણ વાંચોઃ Surat News/નેપાળની પરિસ્થિતિએ મુશ્કેલી સર્જી, સુરતના વેપારીઓના રૂ 100 કરોડથી વધુના પેમેન્ટ ફસાયા