હોળીના પર્વે લાખો શ્રદ્વાળુઓ ઠાકોરજીના દર્શન કરવા સમગ્ર દેશમાંથી આવ્યા હતા, કોરોનાકાળ બાદ પહેલીવાર દર્શનનો લાભ મળી રહ્યો છે જેના લીધે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.યાત્રાધામ ડાકોરમાં ફાગમી પૂનમે પદયાત્રિકો મોટીસંખ્યામાં ઉમટી પડયા છે. ડાકોરની ગલીઓ સાંકળી હોવાથી ભીડ ન થાય માટે અમદાવાદ તરફથી આવતાં પદયાત્રિકોને ગાયોના વાડા પાસે અટકાવ્યા તો કેટલાકને નગરપાલિકા પાસે અટકાવવામાં આવ્યા છે. ગુરૂવાર રાત્રિના 10 વાગ્યા અરસામાં ડાકોર નગર ચોતરફથી પદયાત્રિકોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું.
લીસ તંત્ર દ્વારા 120 બેરીકેટ અને 44 આડબંધના સહારે યાત્રિકોને અટકાવવામાં આવી રહ્યાં છે. દર 5 મિનિટે એક બેરીટેક ખોલીને 150ની સંખ્યામાં યાત્રિકો મંદિર તરફ પ્રયાણ કરવામાં આવતું હોવતી મંદિર પરિસર નજીક ભીડ જોવા મળી ન હતી.
ડાકોર દરવર્ષે ફાગણી પૂનમે ગુજરાતમાં થી 350 વધુ સંધો આવે છે. આ વખતે 300 સંધો શુક્રવાર સાંજ સુધી ડાકોર પહોંચી ગયા છે. હાલ તો ડાકોરની તમામ ધર્મશાળાઓ યાત્રિકોથી ફુલ જોવા મળી રહી છે. ફાગણી પૂનમે શુક્વારે સવારે 4.05 કલાકે મંગળાઆરતી દર્શન ખુલવાને છે.તેના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઘેલા બન્યા છે. સેવા કેમ્પો ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જેવા ભજનોની રમઝટ વચ્ચે સમય પસાર કરી રહ્યાં છે. રાજા રણછોડજીના દર્શન માટે નગરમાં પાંચ સ્થળોએ એલીઇડી વોલ અને પ્રોજેકટર મુકવામાં આવ્યા છે. પૂનમે ભકતો બહારથી ઠાકોરજીના દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
શુક્રવારે ફાગણી પૂનમે 3 લાખથી વધુ ભક્તો રણછોડરાય ભગવાનના દર્શન કરવા પહોંચ્યાં છે. પદયાત્રી સિવાય એસ.ટી. બસો અને ખાનગી વાહનોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો રણછોડરાયના દર્શન કરવા આવ્યા છે
