RMC/ ફુડ વિભાગ દ્વારા કાર્બાઈડથી કેરી પકવતા 10 ફળોના વેપારીઓને નોટિસ, 180 કિ.ગ્રા ફળોનો નાશ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા આસમીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 10 આસામીઓને નોટિસ, 18 પડીકી કેલ્શિયમ

Gujarat Rajkot

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા આસમીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 10 આસામીઓને નોટિસ, 18 પડીકી કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો તેમજ 180 કી. ગ્રા. કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલ ચીકુ નાશ કર્યા હતા.

ચેકીંગ દરમ્યાન 10 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. 

(૧) કિસ્મત ફ્રુટ, છોટુનગર (180 કિ. ગ્રા. કાર્બાઇડથી પકવેલ ચીકુનો નાશ અને 1000/- ની પેનલ્ટી),(૨) કે. બી. ફ્રૂટ્સ, છોટુનગર, (૩) સતનામ ફ્રુટ, (૪) શ્રાવ્ય સિઝન સ્ટોર, (૫) રાધે સિઝન સ્ટોર, (૬) રાધે સિઝન સ્ટોર, (૭) રામનાથ ફ્રુટ, (૮) કુળદેવી ફ્રુટ, (૯) જય માતાજી ફ્રુટ અને (૧૦) જલારામ ફ્રૂટ ખાતે નોટિસ આપવામાં આવી હતી.

હાલની સ્થિતિએ કેરી પકવતા આસામી દ્વારા FSSAI માન્ય ઇથેપીયોન પાવડર અને ઈથીલીન ગેસનો ઉપયોગ થતો જોવા મળેલ છે. જેની સરકાર દ્વારા માન્યતા આપેલ છે.