@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી જીતવા રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. ત્યારે ઉમેદવારો પોતાની જીત પાક્કી કરવા પ્રચાર માટે પ્રાથમિક શિક્ષકોને ચૂંટણી પ્રચારમાં ઉતારી રહ્યા છે.
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે CNG રીક્ષાની ચોરી કરતા યુવકને ઝડપ્યો, 4 રીક્ષાઓ કરી કબજે
બાયડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારો દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે પ્રાથમિક શિક્ષકો તેમજ અન્ય સરકારી નોકરી કરતા સગા સબંધીઓને પ્રચાર કાર્યમાં લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે ચૂંટણી પંચનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રાથમિક શિક્ષકો અંગત સ્વાર્થ માટે ચૂંટણીમાં હોદ્દાનો ઉપયોગ કરતા હોવાનું જોવા મળ્યું હતું.
Gujarat: અમદાવાદ એરપોર્ટનો રન-વે એપ્રિલમાં રહેશે આટલા દિવસ માટે બંધ, જાણો શું છે કારણ
બાયડમાં આવેલા મોરારજીનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાઓ પ્રચારમાં જોડાઈ છે, સાથે જ બાયડ નગરનાં કેટલાક પ્રાથમિક શિક્ષકો વાલીઓને ટેલીફોનિક સંપર્ક કરી પ્રચાર કરતા હોવાના ઓડિયો પણ ભેગા કરવામાં આવ્યા છે. ત્યારે નોકરીનો દૂર ઉપયોગ કરી પ્રચાર કરી રહેલા શિક્ષકોને ડિસમિસ કરવાની માંગ સાથે કોંગ્રેસનાં કન્વીનર અને આગેવાનો ઊચ્ચકક્ષાએ રજુઆત કરતા હોવાનું જાણવા મળ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
