Rajkot News: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હડકાયા શ્વાન (Rabid Dog)ના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક હડકાયા શ્વાને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 10થી વધુ લોકોને બચકા ભરતાં નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું.ઘટનાની જાણ થતાં નગરપાલિકા તંત્ર દ્વારા શ્વાનને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફાયર વિભાગની ટીમને પણ કામગીરીમાં જોડવામાં આવી હતી. ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં શ્વાનની શોધખોળ કરવામાં આવી હતી.
Rabid Dogનો આંતક, 10 લોકોને ભર્યાં બચકા
અંતે સ્ટેશન રોડ પરથી હડકાયું શ્વાન (Dog)મળી આવ્યું હતું. શ્વાન વધુ લોકોને બચકા ભરે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્રની ટીમે તેને ઝડપી લીધું હતું. ત્યારબાદ શ્વાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. હડકાયા શ્વાનના આતંકને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ (atmosphere of fear)જોવા મળ્યો હતો. ખાસ કરીને રસ્તા પર અવરજવર કરતા લોકો અને વાહનચાલકોમાં ચિંતા જોવા મળી હતી. 10થી વધુ લોકોને બચકા (Dog Attack)ભરવાની ઘટનાને પગલે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
નગરપાલિકા અને ફાયર વિભાગ (Municipality and Fire Department)ની ટીમની કામગીરીના કારણે હડકાયા શ્વાનને કાબૂમાં લેવામાં આવ્યું હતું. શ્વાનના હુમલાનો ભોગ બનેલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા શહેરમાં રખડતા અને આક્રમક શ્વાનોને લઈને વધુ કાર્યવાહી કરવાની જરૂરિયાત પણ સામે આવી છે.
આ પણ વાંચો: જેતપુરમાં હડકાયા શ્વાનનો આતંક, એક વૃદ્ધ સહિત 8 લોકોને બચકાં ભર્યા
આ પણ વાંચો: ગામનાં લોકોએ ભેગા થઈને આ શ્વાનને ઉતાર્યો મોતને ઘાટ, કારણ જાણશો તો ચોંકી જશો
આ પણ વાંચો: SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ
