Vadodara News: વડોદરામાં વધુ એક બોગસ ફાયર NOCનો મામલો સામે આવ્યો છે. અક્ષર ગ્રીન્સની ફાયર એનઓસીમાં છેડછાડ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. જૂની એનઓસીની નકલ કરીને તેમાં તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો અને તેને નવી એનઓસી તરીકે રજૂ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
વધુ એક બોગસ ફાયર NOCનો મામલો સામે આવ્યો
મળતી માહિતી મુજબ અક્ષર ગ્રીન્સ (Akshar Greens)ની જૂની ફાયર એનઓસીની નકલ (Bogus Fire એનઓસી)કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમાણપત્રમાં રહેલી તારીખોમાં ફેરફાર કરી તેને નવી એનઓસી તરીકે રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે દસ્તાવેજોની ચકાસણી દરમિયાન છેડછાડ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે બોગસ એનઓસીમાં સસ્પેન્ડેડ ફાયર ઓફિસર (Suspended Fire Officer)ની સહીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એનઓસીના સમયગાળામાં પણ ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જૂના પ્રમાણપત્રમાં ફેરફાર કરીને તેને નવા પ્રમાણપત્ર તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો હોવાની વિગતો સામે આવતા તંત્રમાં ચકચાર મચી છે.
સમગ્ર મામલે વડોદરાના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરે (Chief Fire Officer)માહિતી આપતાં બોગસ ફાયર એનઓસી અંગેની વિગતો સામે આવી છે. આ ઘટનાએ ફાયર એનઓસીની પ્રક્રિયા અને દસ્તાવેજોની ચકાસણી અંગે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: સુરતના સિંગણપોરમાં મકાનમાં આગ, 10થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે
આ પણ વાંચો: અમદાવાદના નવા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી, અમિત ડોંગરે બાદ મનપાનો નિર્ણય
આ પણ વાંચો: અમદાવાદમાં દુષ્કર્મના આરોપીનું પોલીસ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ; પગમાં ગોળી વાગી
