Junagadh News: જૂનાગઢમાં પોલીસ (Police)વિભાગમાં ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના પાંચ પોલીસ કર્મીઓ તોડ કરતા ઝડપાયા હોવાનું સામે આવતા પોલીસ તંત્ર (Police Department)માં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ તાત્કાલિક પગલાં લેતા પાંચેય પોલીસ કર્મચારીઓની બદલી કરી છે.
પાંચ Police કર્મીઓ તોડ કરતા ઝડપાયા
બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોકુલેશ ગૌશાળા પાસે જુગારધામ (Gambling Den) ચાલી રહ્યું હતું. આ અંગેની માહિતી મળતા બી ડિવિઝનના ડી-સ્ટાફ (D-Staff)ના કર્મીઓએ જુગારધામ પર રેડ (Raid) પાડી હતી. રેડ દરમિયાન પોલીસ દ્વારા મોટી રકમનો મુદ્દામાલ (Seized Property) કબજે કરવામાં આવ્યો હતો. જોકે, આશરે રૂપિયા.1 લાખનો મુદ્દામાલ મળ્યો હોવા છતાં સરકારી ચોપડે માત્ર રૂ.16 હજારનો મુદ્દામાલ દર્શાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. બાકીની રકમ પોલીસ કર્મીઓએ ચાઉ કરી હોવાની વિગતો સામે આવતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો.
એસપી સુબોધ ઓડેદરાએ લીધા તાત્કાલિક પગલાં
આ ઘટનાની જાણ જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાને થતાં તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બી ડિવિઝન ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓની બદલી (Transfer) કરવામાં આવી છે. જુગારધામ પર રેડ દરમિયાન જપ્ત થયેલા મુદ્દામાલમાં આટલો મોટો તફાવત કેવી રીતે આવ્યો અને બાકીની રકમ ક્યાં ગઈ તે અંગે હવે પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે. આ ઘટનાને પગલે પોલીસ કર્મચારીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. એસપી સુબોધ ઓડેદરાએ તાત્કાલિક પગલાં લેતા પાંચેય કર્મચારીઓની બદલી કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ (Investigation) બાદ અન્ય હકીકતો સામે આવી શકે છે અને જવાબદારો સામે વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.
આ પણ વાંચો:સુરતની હોટેલમાં જુગારધામનો પર્દાફાશ, 29 ઝડપાયા; ₹24.13 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: પાટણ ઝીલિયા ગેંગવોર! મસ્તાની ગેંગના ભાવેશ દેસાઈ સહિત 4 સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ
