Rajkot News/ જેતપુરમાં હડકાયા શ્વાનનો આતંક, એક વૃદ્ધ સહિત 8 લોકોને બચકાં ભર્યા

રાજકોટના Jetpurમાં ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં પાગલ બનેલા કૂતરાએ વૃદ્ધ સહિત 8 લોકોને ગંભીર બચકાં ભર્યા. ઇજાગ્રસ્તો હોસ્પિટલ દાખલ, નગરપાલિકા સામે રોષ.

Gujarat Top Stories Rajkot
Jetpur Stray Dog Attack News

Jetpur Stray Dog Attack News: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રખડતા શ્વાનના આતંકને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં એક હિંસક અને હડકાયા બનેલા શ્વાને અચાનક લોકો પર હુમલા કરવાનું શરુ  કર્યુ  હતું. શ્વાનના આ હુમલામાં એક વૃદ્ધ સહિત કુલ 8 લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

Jetpur : રસ્તા પરથી પસાર થતા લોકોને બનાવ્યા નિશાન

મળતી માહિતી મુજબ, હડકાયું બનેલું શ્વાન રસ્તા પરથી પસાર થતા લોકોને અચાનક દોડી જઈ બચકાં ભરતું હતું. લોકો કંઈ સમજે તે પહેલાં જ શ્વાને અનેક લોકોને ઈજા પહોંચાડી હતી.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શ્વાન ખૂબ જ આક્રમક બની ગયું હતું અને જેને જુએ તેને કરડવા દોડી રહ્યું હતું.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા તમામ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર સાથે રેબિઝ વિરોધી ઈન્જેક્શન આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ભારે ડરનો માહોલ સર્જાયો છે.

લોકોમાં તંત્ર સામે રોષ

આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં નગરપાલિકા અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વિસ્તારમાં લાંબા સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે, છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

હડકાયા શ્વાનને પકડવાની માંગ

સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ હિંસક શ્વાનને પકડવા અને વિસ્તારમાં રખડતા શ્વાનો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ ફરી બની શકે છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.


આ પણ વાંચો:  શ્વાનનો આતંક ક્યારે અટકશે? દાહોદમાં બાલવાડીમાં ઘૂસી શ્વાને માસૂમ પર કર્યો હુમલો

આ પણ વાંચો:  રાજકોટમાં જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, 5 વર્ષના બાળકને ભર્યા બચકા

આ પણ વાંચો:  રખડતાં શ્વાનનો આતંક ખૂબ વધ્યો, બચવાના પ્રયાસ કરતી વખતે નીપજ્યું મોત