Dahod News/ શ્વાનનો આતંક ક્યારે અટકશે? દાહોદમાં બાલવાડીમાં ઘૂસી શ્વાને માસૂમ પર કર્યો હુમલો

દાહોદના લીમખેડામાં રખડતા શ્વાને (Stray Dog) બાલવાડીમાં ભણતા 4 વર્ષના બાળક પર હિંસક હુમલો કર્યો છે. લોહીલુહાણ હાલતમાં માસૂમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો.

Gujarat Others Trending
Stray Dog

Dahod Stray Dog Attack News: રાજ્યમાં રખડતા શ્વાન (Stray Dog)નો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંધારી ગામેથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક બાલવાડીમાં અભ્યાસ કરતા 4 વર્ષના માસૂમ બાળક પર રખડતા શ્વાને જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

બાલવાડીમાં રમતા માસૂમ પર ત્રાટક્યો શ્વાન (Stray Dog)

મળતી વિગતો અનુસાર, અંધારી ગામનો 4 વર્ષનો માસૂમ બાળક વનરાજ જ્યારે બાલવાડીમાં હતો, ત્યારે અચાનક એક હિંસક શ્વાન ત્યાં ધસી આવ્યું હતું. કાંઈ પણ સમજાય તે પહેલા શ્વાને માસૂમ વનરાજ પર હુમલો કરી દીધો હતો. આ હિંસક શ્વાને બાળકના મોઢા અને ગાલના ભાગે ગંભીર બચકાં ભરીને તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.

Stray Dog

ચીસો સાંભળી ગ્રામજનો દોડી આવ્યા

બાળકની મરણચીસો સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે બાળકના ચહેરા પર ઊંડા ઘા પડી ગયા હતા અને માસૂમ લોહીથી લથબથ થઈ ગયો હતો.

વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડાયો

ઈજાગ્રસ્ત વનરાજને પ્રાથમિક સારવાર અપાયા બાદ તેની ગંભીર હાલત જોતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તે સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે અંધારી ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનના ત્રાસમાંથી વહેલી તકે મુક્તિ અપાવવામાં આવે જેથી ફરી કોઈ માસૂમ આવી દુર્ઘટનાનો ભોગ ન બને.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ આજે રખડતા શ્વાન કેસની સુનાવણી કરશે, જેમાં મુખ્ય સચિવો હાજર રહેશે

આ પણ વાંચો: રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણી ચાલુ,SCની મહત્વની ટિપ્પણી

આ પણ વાંચો: અમદાવાદમાં રખડતા શ્વાનનો વધતો આતંક, એક જ દિવસમાં 5થી વધુને કરડાયા