Lifestyle: આપણા ઘરની અનેક જગ્યાઓ એવી છે જેને આપણે દરરોજ વપરાશ કરીએ છીએ પણ સાફ કરવાનું ભૂલી જઇએ છીએ. ટોયલેટને સૌથી ગંદુ સ્થાન જો તમે ગણતા હો તો એમ માનવું ભૂલભરેલું છે! ઘરના 8 સ્થાન એવા છે જે ટોયલેટ (Toilet)થી પણ ગંદા (Dirty) હોઇ શકે છે. જાણીને નવાઇ લાગી ને?
તમામ લોકો પોતપોતાના ઘરને ઘણું જ સ્વચ્છ રાખવા (House Cleaning)નો પ્રયાસ કરતા જ હોય છે પરંતુ સફાઈ કેવળ સુંદર દેખાવ માટે નથી હોતી પણ ઘર સ્વચ્છ ન હોય તો સ્વાસ્થ્ય (Health) સાથે એનો સીધો જ સંબંધ હોય છે. આપણે ઘરમાં દરરોજ કચરા-પોતા કરતા હોઇએ છીએ, લાદીની ટાઈલ્સ ચમકાવતા હોઇએ છીએ એમ છતાંયે અનેક વખત ઘરમાં દુર્ગંધ (Smell) આવતી હોય એવું લાગે છે! ઘણી વાર ઘરના લોકોને ઇન્ફેક્શન (Infection) થવાથી બીમારીઓ (Diseases)નું જોખમ વધી જાય છે. આપણા ઘરની અનેક જગ્યાઓ એવી છે જેને આપણે દરરોજ વપરાશ કરીએ છીએ પણ સાફ કરવાનું ભૂલી જઇએ છીએ.
ટોયલેટથી પણ વધારે ગંદા (Dirty) હોય છે ઘરના આ 8 સ્થાન
આ 8 સ્થાન એટલા માટે ગંદા (Dirty) નથી કે તમે સફાઈ નથી કરતા પણ એટલા માટે છે કે ત્યાં સૌથી વધારે હાથ અડતા હોય છે. આ સંજોગોમાં એમને દરરોજ સાફ કરવાની જરુર હોય છે. તો ચાલો હવે જાણીએ કે ઘરની એવી સૌથી ગંદી જગ્યાઓ છે જેને પ્રતિદિન સ્વચ્છ રાખવી અત્યંત જરુરી છે.

1. કિચન સિંક અને નળના હેન્ડલ
કિચન સિંક (Kitchen sink)માં વારંવાર વાસણો ધોવા પડે છે અને એટલે જ લોકો એવું ધારી લે છે કે વહેતું પાણી આ સિંકને સ્વચ્છ કરી જ દેશે ને! પરંતુ સત્ય એ છે કે કિચન સિંક ઘરની સૌથી ગંદી જગ્યાઓ (Dirty) પૈકીની એક હોય છે. અનેક રિસર્ચ અનુસાર, એ ટૉયલેટની સીટથી પણ વધારે બેક્ટેરિયા હોય છે.
સફાઇ કરવી શા માટે જરુરી?
દરરોજ સફાઈ કરવાથી દુર્ગંધ નહિં આવે અને ઇન્ફેક્શન (Infection)થી પણ બચી જવાશે. આ માટે તમારે ડિસઇન્ફેક્ટન્ટ અને ગરમ પાણીથી સિંક અને નળ અવશ્ય સાફ રાખવા જોઇએ.

2. વેજીટેબલ ચોપિંગ બોર્ડ
માર્કેટમાં ચૉપિંગ બોર્ડ બે પ્રકારના મળે છે એક પ્લાસ્ટિકનું અને બીજું લાકડાનું…આ સાધન પર શાકભાજી, ફળ તથા નૉનવેજ સમારો તો એમાં નાના-નાના કટ થઇ જાય છે અને એમાં ખોરાક ફસાઇ જાય છે તથા બેક્ટેરિયા વિકાસ પામે છે.
સફાઇ કરવી શા માટે જરુરી?
દરરોજ સફાઈ કરવાથી ફૂડ પોઇઝનિંગ (Food Poisoning)નું જોખમ ઘટે છે અને વાસ આવતી નથી. દરેક વખતે વાપર્યા પછી એને સાબુ તથા ગરમ પાણી વડે ધોવું જોઇએ. જો તમે નૉનવેજ ચૉપ કરો તો એને બાદમાં લીંબુ અને વિનેગર વાળા પાણીથી સાફ કરવું.

3. કિચન સ્પોન્જ અને ડિશ ક્લોથ
વાસણ ધોવા માટેના સ્પોન્જ (Kitchen sponge) અને કપડા અત્યંત ગંદા (Dirty) હોય છે. એ હંમેશા ભીના રહેવાથી એમાં ખોરાકના કણ ફસાઇ જાય છે.
સફાઇ કરવી શા માટે જરુરી?
તમારે એમની સફાઇ કરવા માટે એમને ગરમ પાણી અને ડિટર્જન્ટ મિક્સ કરીને એમાં નાખી ઉકાળવા. સ્પોન્જ એક અઠવાડિયે અને ડિશ ક્લોથ દરરોજ બદલવું જેથી બેક્ટેરિયાનો વિકાસ ન થાય.

4. બાથરુમના નળ અને હૅન્ડલ
જ્યારે વાત બાથરુમ (Bathroom)ની આવે ત્યારે પ્રથમ વિચાર પાણીનો જ આવે! બાથરુમમાં ભેજ ઘણો હોય છે જેમાં બેક્ટેરિયા અને ફૂગ (Bacteria and Fungi) ઝડપથી વૃદ્ધિ પામે છે. નળ, હૅન્ડલ અને સાબુ ડિસ્પેન્સરને વારંવાર અડવામાં આવે છે જેથી ઇન્ફેક્શનનું જોખમ રહે છે.
સફાઇ કરવી શા માટે જરુરી?
જો તમે ઘરના બાથરુમના ગંદા (Dirty) નળ અને હૅન્ડલને દરરોજ સાફ કરશો તો એમાં વાયરસ અને બેક્ટેરિયા થવાનું જોખમ ઘટી જાય છે. ડિસઇન્ફેક્શન વાઇપ દ્વારા ગંદા (Dirty) નળ અને દરવાજાના હેન્ડલ સાફ કરવા જોઇએ.
5. ટોયલેટ ફ્લશ હૅન્ડલ
ટોયલેટ ફ્લશ હૅન્ડલ (Toilet Flush Handle) પણ કીટાણુઓનું ઘર હોય છે અને એ અત્યંત ગંદુ થાય છે કારણ કે એને મળત્યાગ બાદ હાથ ધોયા અગાઉ ઘણા લોકો સ્પર્શ કરતા હોય છે.
સફાઇ કરવી શા માટે જરુરી?
ટોયલેટ ફ્લશ હૅન્ડલને રોજ સેનિટાઇઝ કરવાથી ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે. એને ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે કે વાઇપ વડે પ્રતિદિન સ્વચ્છ કરવું અને બાથરુમના દરવાજાના ગંદા (Dirty) હૅન્ડલને પણ સાફ કરવા.

6. મોબાઇલ ફોન અને રિમોટ
મોબાઇલ ફોન, ટીવી અથવા એસીના રિમોટ (Mobile Phone and Remote) આખો દિવસ તમારા હાથમાં રહે છે અને તમે જમતી વખતે, બહારથી આવીને તરત જ હાથ ધોયા વિના જ એને પકડીને વાપરો છો. એક રિસર્ચ અનુસાર, મોબાઇલ ફોન પર તો ટોયલેટ સીટથી પણ વધારે કીટાણુ હાજર હોઇ શકે છે.
સફાઇ કરવી શા માટે જરુરી?
જો તમે દરરોજ એમને લૂછતા હો તો હાથ દ્વારા ચહેરા સુધી પહોંચનારા બેક્ટેરિયાની માત્રા ઓછી થાય છે અને આથી જ એમને માઇક્રોફાઇબર કપડાથી અને 70% આલ્કોહોલ (Alcohol)થી હળવા હાથે દરરોજ સાફ કરવા જરુરી છે.
7. લાઇટ-પંખા વગેરેની સ્વિચ
ઘરના તમામ સભ્યો લાઇટ-પંખા વગેરેની સ્વિચ (Switch) અડતા જ હોય છે પણ એની સફાઇ તો મોટા તહેવાર સિવાય નથી થતી હોતી.
સફાઇ કરવી શા માટે જરુરી?
જો તમે ઘરના સ્વિચબોર્ડને દરરોજ સાફ કરશો તો એમાં વાયરસ અને બેક્ટેરિયા થવાનું જોખમ ઘટી જાય છે. ડિસઇન્ફેક્શન વાઇપ દ્વારા લાઇટ સ્વિચ અને દરવાજાના હેન્ડલ સાફ કરવા જોઇએ.
8. પાલતુ જાનવરોના ખોરાક આપવાના બાઉલ
જો તમારા ઘરમાં કોઇ પેટ ડોગ (Pet Dog) કે અન્ય કોઇ પેટ હોય તે એમના ખાવાના ગંદા (Dirty) બાઉલ અવશ્ય સાફ કરવા. પ્રાણીઓની લાળ એમના ખોરાક-પાણીના વાસણોમાં જમા થતી રહે છે અને એમાં બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે જે બીમારીનું કારણ બની શકે છે.
સફાઇ કરવી શા માટે જરુરી?
દરરોજ પાળેલા પ્રાણીઓના વાસણો ધોવાથી એમની અને તમારી હૅલ્થ સારી રહે છે. આ ગંદા (Dirty) બાઉલ્સને ગરમ પાણી તથા સાબુથી દરરોજ ધોવા જોઇએ અને આસપાસ પણ સ્વચ્છતા રાખવી જોઇએ જેથી વાસ પણ નહિં આવે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો:વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…
આ પણ વાંચો:દાંત પર જામેલી પીળી છારીને હટાવો, આ ઘરગથ્થું ટિપ્સથી બનાવો સફેદ-ચમકદાર…!
