Parineeti Raghav Wedding/ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીરો સામે આવી…

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન થયા ત્યારથી જ ચાહકો તેમની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા.

Trending Entertainment

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન થયા ત્યારથી જ ચાહકો તેમની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા. બંનેએ 24 સપ્ટેમ્બરની સાંજે લગ્ન કર્યા હતા. બીજા દિવસે સવારે એટલે કે 25 સપ્ટેમ્બરે બંનેએ તેમના લગ્નની ઘણી તસવીરો શેર કરી. ફોટોમાં બંને ક્રીમ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. બંનેની જોડી એકસાથે શાનદાર લાગે છે.

ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરતી વખતે પરિણીતી ચોપરાએ લખ્યું કે, “અમે બ્રેકફાસ્ટના ટેબલ પર પહેલીવાર વાત કરી ત્યારથી અમારા દિલ આ વાત જાણતા હતા. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી. અમે મિસ્ટર અને મિસીસ બનીને ખૂબ જ ખુશ છીએ. એકબીજા વિના જીવવા માટે અસમર્થ, અમારું જીવન કાયમ માટે શરૂ થયું છે.

https://www.instagram.com/p/CxmfcrbI3Su/?utm_source=ig_embed&ig_rid=073b654a-83a7-46b2-bd1b-239b3f1ab05d

સામે આવેલી તસવીરોમાં પરિણીતી ક્રીમ કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને રાઘવ ચઢ્ઢા પણ સુંદર લાગી રહ્યા છે. રઘનીતિ કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. બંનેએ એકસાથે ક્લિક કરેલા ઘણી તસવીરો જોવા મળ્યા. કેટલીક તસવીરોમાં રાઘવ પરિણીતીને માળા પહેરાવતો જોવા મળી રહ્યો છે તો કેટલીક તસવીરોમાં રાઘવ પરિણીતીને કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં બંનેની સગાઈ થઈ હતી અને હવે બંને કાયમ માટે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. અતૂટ બંધનમાં હોવાની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ફેન્સ આ તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંનેને આ નવી સફર માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો:India Canada News/ ખાલિસ્તાનીના સમર્થક ટ્રુડોનું બલૂચ નેતાના રહસ્યમય મૃત્યુ પર કેમ મૌન?

આ પણ વાંચો: Asian Games 2023/ શુટિંગમાં ભારતીય ત્રિપુટીએ 10 મીટર એર રાઈફલમાં ચીનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચો: India Canada News/ કેનેડાના રક્ષા મંત્રી બિલ બ્લેયરે ભારત સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું…