Lifestyle: શું તમારા દાંત પર પણ પીળા રંગની છારી બાઝી ગઇ છે? તો તમારા રસોડામાં રહેલા મીઠું, બેકિંગ સોડા અને લીંબુની મદદથી તમે એને ઘણા અંશે સફેદ અને ચમકદાર બનાવી શકો છો…

હર કોઈ વ્યક્તિ સુંદર અને ચમકદાર દાંત ઇચ્છતી હોય છે. દાંત એ આપણા વ્યક્તિત્વનો મહત્વપૂર્ણ હિસ્સો છે કેમ કે મોટાભાગે સંવાદ કરતી વખતે સામેના માણસની નજર સતત તમારા ચહેરા પર જ પડતી હોય છે અને જો દાંત શુભ્ર અને ચમકીલા હોય તો એની હકારાત્મક અસરો અવશ્ય દેખાય જ છે. આ જ દાંત (Teeth) પર જો ગંદી પીળાશપડતી છારી (Yellow Plaque) બાઝી ગઇ હોય તો વ્યક્તિને શરમ મહેસૂસ થાય છે અને એ મુક્ત મનથી હસી પણ નથી શકતો. જો તમને પણ આવી તકલીફ હોય તો તમે દિવસમાં બે વખત બ્રશ (Twice Brushing) કરવા ઉપરાંત કેટલાક ઘરગથ્થું ટિપ્સ (Tips) પણ ટ્રાય કરી શકો છો.

મીઠાનો પ્રયોગ
સૌથી સરળ અને હાથવગો એવો આ પ્રયોગ છે. તમારા બ્રશ પર ટૂથપેસ્ટની જેમ મીઠું (Salt) લગાવીને દાંતે ઘસી શકો છો. અઠવાડિયામાં 2-3 વાર આ રીતે મીઠું ઘસવાથી તમારા દાંતની પીળી છારી ધીમે-ધીમે દૂર થઇ જશે. દાંતને સફેદ (White) અને ચમકદાર બનાવવા માટે તમારે ચોક્કસ આ પ્રયોગ અજમાવવો જોઇએ. સારા પરિણામો મેળવવા માટે અહિં એ ધ્યાન રાખવું કે, મીઠું ઓછી માત્રામાં વાપરવું.

લીંબુ અને બેકિંગ સોડાનો પ્રયોગ
દાંત પીળા થઇ ગયા છે તો એનું સમાધાન તમારા કિચનમાં જ હાજર છે. રસોડાની બે વસ્તુઓ લીંબુ (Lemon) અને બેકિંગ સોડા (Baking Soda) દાંતની પીળાશ દૂર કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે. આ માટે તમારે લીંબુના રસ સાથે થોડી જ માત્રામાં બેકિંગ સોડાને મિકસ કરીને દાંત પર લગાવવાનું રહેશે. પરંતુ અહિં એ વાતનું ધ્યાન રાખવું કે, અઠવાડિયામાં માત્ર એક કે બે વખત જ આ પ્રયોગ કરવો જોઇએ. વધુ વાર આમ કરવાથી દાંતના રક્ષણાત્મક પડને નુકસાન પહોંચી શકે છે. કેટલાક અઠવાડિયા સુધી આમ કરવાથી એના હકારાત્મક પરિણામો દેખાવા લાગશે!
પ્રયોગ કરવાની વિધિ
સૌપ્રથમ એક નાની વાડકીમાં ચપટીભર બેકિંગ સોડા નાખો. હવે એક લીંબુના થોડા જ ટીપાં એમાં ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ જેવું બનાવી લો. એને ટૂથપેસ્ટની જેમ બ્રશ પર લગાવીને દાંતને સાફ કરો. થોડીવાર હળવે-હળવે ઘસીને કોગળા કરી લેવા. આ પ્રયોગ કરવાથી ધીમે-ધીમે દાંતની પીળાશ દૂર થવા લાગશે.
આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો:ચોમાસામાં માખીઓ બણબણ્યા કરે છે? આ ઘરગથ્થું ટિપ્સ અજમાવો, માખીઓને ઘરમાંથી ભગાડો…
આ પણ વાંચો:જૂની-પુરાણી ફેશનના સાડી-બ્લાઉઝને તદ્દન નવો લુક આપો, આ ટ્રિક્સથી તમારો વટ્ટ પડી જશે!!
