દેશભરમાં રોજ કોઈક ને કોઈક રેપના કિસ્સા સામે આવતા હોય છે. કોઈ પણ ઉમરની મહિલા એવી નહી હોય કે જેની પર રેપ કરવામાં આવ્યો ન હોય. નાની ઉમરથી માંડીને મોટી વય સુધીની દરેક માસુમ મહિલાઓ અનેકના હવસનો ભોગ બનતી હોય છે.
પશ્ચિમ બંગાળમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહિયાં એક ૨૦ વર્ષીય યુવકે ૧૦૦ વર્ષની મહિલા પર રેપ કર્યો છે. આ ઘટનાની જાણકારી પોલીસને બુધવારે આપવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ચકદાહ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ ઓફિસરે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે રાતે બની હતી. અભિજિત નામક આરોપીની વૃદ્ધાના પરિવાર દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને મંગળવારે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
૨૦ વર્ષીય આરોપી ગંગાપ્રસાદપુર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટ સમક્ષ હાજર કર્યો છે.
આ મામલે ૧૦૦ વર્ષીય વૃદ્ધાને તપાસ કર્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ હજુ બે દિવસ પહેલા જ દિલ્લીના નિર્ભયા હત્યાકાંડ જેવો જ મામલો પશ્ચિમ બંગાળમાં સામે આવ્યો હતો. જમીનના વિવાદને લઈને બે સંબંધીએ મહિલાને દોઢ કિલોમીટર ઘરથી દૂર લઇ જઈને નદી કિનારે રેપ કર્યો હતો અને ત્યારબાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો રોડ નાખી દીધો હતો.
