Political/ અમારી પાર્ટી દ્વારા સતત અભિયાનનાં કારણે વિજય રૂપાણીને આપવુ પડ્યું રાજીનામુંઃ હાર્દિક પટેલ

વિજય રૂપાણી સરકાર દ્વારા કોરોના વાયરસ મહામારીનાં ગેરવહીવટ અને રાજ્યમાં બેરોજગારી ફેલાવા અંગે અમારી પાર્ટી દ્વારા સતત અભિયાનને કારણે ભાજપને ઝૂકવાની ફરજ પડી હતી.

Top Stories Gujarat Others

રાજ્યમાં રવિવારનો દિવસ સસ્પેન્સથી ભરેલો હતો. જ્યા ભાજપે અંત સુધી મુખ્યમંત્રી કોણ હશે તે કોઇને ખબર પડવા દીધી નહી. જો કે આ રજાનાં દિવસે મુખ્યમંત્રી કોણ તેની જ ચર્ચાઓ ચાલી હતી. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિજય રૂપાણીનાં રાજીનામાને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.

આ પણ વાંચો – Political /  CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા

તેમણે જણાવ્યું હતું કે, વિજય રૂપાણી સરકાર દ્વારા કોરોના વાયરસ મહામારીનાં ગેરવહીવટ અને રાજ્યમાં બેરોજગારી ફેલાવા અંગે અમારી પાર્ટી દ્વારા સતત અભિયાનને કારણે ભાજપને ઝૂકવાની ફરજ પડી હતી. આ જ કારણ છે કે, રૂપાણીને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા. ચૂંટણી પહેલા જ પટેલ સમુદાયનાં મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવવા અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, કોઈ ચોક્કસ સમુદાયનાં મુખ્યમંત્રીને ગુજરાતનાં લોકો માટે કોઈ ફરક નથી પડતો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કોઈ સમુદાયનાં નથી પરંતુ સમગ્ર રાજ્યનાં હોય છે. વળી જ્યારે હાર્દિક પટેલને પૂછવામાં આવ્યુ કે શું આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી કોઇ કમાલ કરી શકશે તો આ સવાલનાં જવાબમાં હાર્દિકે કહ્યું કે, વિજય રૂપાણીએ રાજીનામું કેમ આપ્યું? કારણ કે અમે સતત બેરોજગારી અને કોરોના વાયરસનાં ગેરવહીવટ પર ભાજપને ઘેરી લીધું છે. અમે ખેડૂતો અને નોકરી ગુમાવનારા લોકોનો મુદ્દો ઉઠાવ્યો. રૂપાણી સરકારે લોકોની તકલીફમાં ઉમેરો કર્યો છે અને બીજુ કશું કર્યું નથી. અમે ભાજપને પરેશાન કર્યા અને અમારા દબાણનાં કારણે રૂપાણીએ વિદાય લેવી પડી. આ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસ મહત્વ ધરાવે છે અને અમે શક્તિશાળી છીએ અને અમે 2022 માં બતાવીશું કે અમે શું છીએ. આ અંગે હાર્દિકે કહ્યું કે, આવા અનેક મુદ્દાઓ છે જેના પર ગુજરાતીવાસીઓ ગુસ્સે છે. પરંતુ બે મુદ્દા સૌથી મોટા છે, એક બેરોજગારી અને બીજો કોરોના વ્યવસ્થાપન. અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે લોકો ભાજપને ઉથલાવી દેશે.

આ પણ વાંચો – શ્રદ્ધા / CM બની ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા આ મંદિરે, મહંત-પૂજારીઓ પાસેથી મેળવ્યા આશિર્વાદ

કયા મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટી આ વિધાનસભાની ચૂંટણીમાં ઉઠાવશે તો તેના જવાબમાં હાર્દિકે કહ્યું કે, હજુ સુધી કોંગ્રેસ માત્ર 10 મતોથી હારી છે. તે જણાવે છે કે વડાપ્રધાન કોઈ કારણ નથી. જુઓ, રાજ્યનાં લોકો એક મુખ્યમંત્રી પાસે જવા માંગે છે જે તેમની સમસ્યાઓ હલ કરે. તેમણે વડાપ્રધાન પાસે કેમ જવું જોઈએ? તમે ગુજરાતનાં લોકો પાસેથી એ આશા નથી રાખી શકતા કે તેઓ પોતાની સમસ્યાનાં સમાધાન શોધવા માટે દિલ્હી તરફ ભાગતા રહે. ગુજરાતીઓ સીએમ ઇચ્છે છે પીએમ નહીં.