Ahmedabad News/ અમદાવાદ મહાનગરપાલિકાનો માનવતા મહેકાવતો નિર્ણય;  શબવાહિની સેવા હવે નિઃશુલ્ક

AMCનો મહત્વનો નિર્ણય. શબવાહિની સેવા હવે નિ:શૂલ્ક. આ નિર્ણયથી મૃતકના પરિવારજનોને મોટી રાહત

Gujarat Ahmedabad Breaking News
AMC

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ નાગરિકોના હિતમાં વધુ એક માનવતાભર્યો નિર્ણય લીધો છે. શહેરમાં મૃતદેહને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી શબવાહિની સેવા હવે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે. આ નિર્ણયથી મૃતકના પરિવારજનોને મોટી રાહત મળશે.

 AMC દ્વારા શબવાહિની સેવા માટે હવે કોઈ ચાર્જ નહીં

અગાઉ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શબવાહિની (Free Ambulance Service)સેવાનો ઉપયોગ કરવા માટે રૂપિયા.50નો ચાર્જ લેવામાં આવતો હતો. જોકે હવે કોર્પોરેશને આ ચાર્જ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે શહેરના નાગરિકોને શબવાહિની સેવા માટે કોઈપણ પ્રકારની રકમ ચૂકવવી પડશે નહીં. મૃત્યુના સમયે પરિવારજનો પહેલેથી જ ભાવનાત્મક અને આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોય છે. આવા સમયે મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જવા માટેની શબવાહિની સેવા મફત (Free service)કરવામાં આવતા પરિવારજનોને આર્થિક રીતે પણ રાહત મળશે. મહાનગરપાલિકાના આ નિર્ણયને નાગરિકો માટે માનવતાવાદી અને જનહિતકારી પગલું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે.

પહેલા રૂપિયા.50નો ચાર્જ લેવામા આવતો હતો હવે નિ:શુલ્કા

શબવાહિની સેવા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે આ સેવાનો લાભ લેતા સમયે અગાઉની જેમ રૂ.50નો ચાર્જ ચૂકવવો નહીં પડે. કોર્પોરેશનના આ નિર્ણયથી અંતિમવિધિ (Ahmedabad Hearse Service)સાથે જોડાયેલી જરૂરી સેવામાં નાગરિકોને વધુ સુવિધા મળશે. આ નિર્ણયને લઈને શહેરના નાગરિકોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. મહાનગરપાલિકાએ સેવા મફત કરીને ‘જનસેવા અને માનવતા’ને પ્રાધાન્ય આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ : DNA મેચ કરીને પ્રથમ મૃતદેહ સોંપાયો, મૃતકને લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી; 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય

આ પણ વાંચો: મુંબઈમાં શબવાહિની બની ડોલી, 26 વર્ષીય યુવતી પૂજા કરવા ગયા બાદ થઈ લાપતા, ભરૂચ પાસે મળી ડેડબોડી

આ પણ વાંચો: શબવાહિનીઓ ખૂટી પડતા હવે શું 108માં લઈ જવાશે મૃતદેહો, આ છે પુરાવો