Ahmedabad News/ અમદાવાદ પ્લેન ક્રેશ : DNA મેચ કરીને પ્રથમ મૃતદેહ સોંપાયો, મૃતકને લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી; 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય

સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ધીમે ધીમે મૃતકોના DNA રિપોર્ટ આવવાની શરૂઆત થઈ છે. જેમાં તેમના પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં DNA મેચ કરી પ્રથમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવારજનો તેમના સ્વજનના પાર્થિવ દેહને પોતાના વતનમાં લઈ જઈ શકે તે માટે વડોદરામાં કોફિન તૈયાર કરવામાં આવી રહ્યા છે. સિવિલ બહાર મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. સાથે સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 230 લોકોના DNA માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે 270ના પોસ્ટમોર્ટમ થઇ ચુક્યાં છે અને સ્વજનોની ઓળખ કરી 8 મૃતદેહોને પરિજનોને સોંપાયા છે. જેમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 MBBSના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. દિવંગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર ખાતે સ્થિત તેમના ઘરે રોકાયા છે.

બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે લાવવામાં આવેલી અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી. જે ટેલમાંથી આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે.

અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યું હતું અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામો આવ્યો હતો.

12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં સ્ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફર હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, DGCA તપાસનાં આદેશ આપ્યા