Gujarat News : આગાહી ઠંડી અને માવઠાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મત મુજબ 6થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે. 18 ડિસેમ્બર આસપાસ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે.
ઉપરાંત 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 25-26 નવેમ્બર બાદ લઘુતમ તાપમાન 16 ડિગ્રી આસપાસ અને ત્યારબાદ 17 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે, જેના કારણે રાજ્યમાં શિયાળાનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. ગુજરાતમાં 15થી 17 ડિસેમ્બરે માવઠાની શક્યતા છે. આગામી 15થી 17 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી સામાન્ય વરસાદની પણ શક્યતા છે.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
