Ahmedabad News/ પ્રેમજાળ, નશીલી સિગારેટ અને બ્લેકમેઇલ! અમદાવાદમાં યુવતીની ફરિયાદથી ચકચાર

અમદાવાદમાં અક્ષર રિવરક્રૂઝ (Akshar River Cruise)ના પૂર્વ મેનેજર સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મ, બ્લેકમેઇલ અને ધમકીના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Akshar River Cruise: અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો આરોપ, પૂર્વ મેનેજરની ધરપકડ

Ahmedabad News: અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત અક્ષર રિવરક્રૂઝ (Akshar River Cruise)ના પૂર્વ મેનેજર સામે નિકોલ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, આરોપીએ પોતે અપરિણીત હોવાનું જણાવી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવતીને ઘરે બોલાવી નશીલી સિગારેટ પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, તેના ફોટા અને વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શોષણ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

Akshar River Cruiseમાં કામ કરતી હતી યુવતી

ફરિયાદ મુજબ, નિકોલમાં પરિવાર સાથે રહેતી 21 વર્ષીય યુવતી B.Comના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. વર્ષ 2024 દરમિયાન તે સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત અક્ષર રિવરક્રૂઝ (Akshar River Cruise)માં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. નવેમ્બર 2025માં આરોપી ઈનોશ સોનિયા મેયર્સ ક્રૂઝ (Akshar River Cruise)માં મેનેજર તરીકે જોડાયો હતો. કામકાજ દરમિયાન બંને વચ્ચે વાતચીત થતી હતી. યુવતીના જણાવ્યા મુજબ, આરોપીએ પોતે અપરિણીત હોવાનું કહી તેની સાથે મિત્રતા કેળવી હતી.બાદમાં ક્રૂઝ (Akshar River Cruise)ના અન્ય કર્મચારીઓ સાથે યુવતી પણ આરોપીના ઘરે નાસ્તા માટે જતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘરે બોલાવી નશીલી સિગારેટ પીવડાવવાનો આરોપ

ફરિયાદ મુજબ, એક દિવસ આરોપીએ યુવતીને વોટ્સએપ કોલ કરીને ઘરે મિત્રો આવવાના હોવાનું કહી વટવા ખાતેના ઘરે બોલાવી હતી. યુવતી ત્યાં પહોંચી ત્યારે આરોપી એકલો હતો. યુવતીના આક્ષેપ મુજબ, આરોપીએ તેને સિગારેટ પીવાની ઓફર કરી હતી. યુવતીએ ઇનકાર કરતાં તેને બળજબરીથી નશીલા પદાર્થવાળી સિગારેટ પીવડાવવામાં આવી હતી. ત્યારબાદ યુવતી બેભાન થઈ ગઈ હતી અને આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ યુવતીના આપત્તિજનક ફોટા અને વીડિયો બનાવી લીધા હતા.

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો આરોપ

ઘટના બાદ યુવતીએ આરોપીના ફોનનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું અને નોકરી પર પણ માત્ર કામ પૂરતી વાત કરતી હતી. જોકે, ફરિયાદ મુજબ આરોપીએ મેનેજર તરીકેની પોતાની સ્થિતિનો લાભ લઈ યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. યુવતીના આક્ષેપ મુજબ, આરોપીએ તેના ફોટા અને વીડિયો પરિવારજનોને મોકલી દેવાની તથા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ પરિસ્થિતિથી ગભરાઈને યુવતીએ જાન્યુઆરીમાં નોકરી છોડી દીધી હતી. ફરિયાદ મુજબ, નોકરી છોડ્યા બાદ પણ આરોપી ફોન કરીને ધમકીઓ આપતો હતો અને આ રીતે યુવતીનું વારંવાર શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે.

યુવતી ગર્ભવતી હોવાની જાણ થઈ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સતત શોષણ બાદ યુવતીને ગર્ભ રહેવાની જાણ થઈ હતી. બાપુનગરની હોસ્પિટલમાં તપાસ કરાવતાં અંદાજે બે મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકો યુવતીના ઘરે પહોંચ્યા હતા અને તેની માતાને યુવતીના આરોપી સાથે સંબંધ હોવાની વાત કહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જોકે, આ વાતની પૃષ્ઠભૂમિ અને તેમાં સંકળાયેલા લોકો અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Akshar River Cruise: આરોપીની પત્નીના ફોનથી મામલો સામે આવ્યો

સમગ્ર મામલામાં મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી વટવા ખાતેનું ઘર ખાલી કરી રહ્યો હતો. તે દરમિયાન તેની પત્નીએ યુવતીને ફોન કર્યો હતો. ફરિયાદ મુજબ, આરોપીની પત્નીએ પોતે ઈનોશની પત્ની હોવાનું જણાવી આરોપી અગાઉથી પરિણીત હોવાની અને તેને સંતાન હોવાની માહિતી આપી હતી. પત્નીએ આરોપી પર અન્ય યુવતીઓને ફસાવવાના આક્ષેપો પણ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ માહિતી મળ્યા બાદ યુવતીના પરિવારજનોને સમગ્ર મામલે શંકા ગઈ હતી. માતા-પિતાએ યુવતી સાથે વાત કરતાં તેણે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.

Akshar River Cruise: નારોલ પોલીસમાં ફરિયાદ, આરોપીની ધરપકડ

આખરે યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આરોપી અને યુવતી વચ્ચેના સંપર્કો, મોબાઈલ ફોન, કથિત ફોટા-વીડિયો, ધમકીઓ તેમજ અન્ય લોકોની સંડોવણી સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદ દુષ્કર્મ કેસમાં આરોપીને રિમાન્ડ નહીં, જેલ મોકલાયો; BNSની કલમ 308(5) ઉમેરાઈ

આ પણ વાંચો:અમદાવાદના જોધપુર ગામમાં યુવતી સાથે દુષ્કર્મ, આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

આ પણ વાંચો:વડોદરા SSG હોસ્પિટલમાંથી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી 11 કલાકમાં ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે છાણી કેનાલ પાસેથી દબોચ્યો